fbpx
ગુજરાત

જાફરાબાદ નગરપાલિકા પાસે આજે પણ પૂરતા સાધનો નથી : હરેશભાઈ બાંભણિયા

*જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ બાંભણિયાએ જણાવ્યું છે કેજાફરાબાદ શહેરના પીપળી કાંઠા વિસ્તારમાં તારીખ 14/11/2024 ને ગુરૂવાર ના રોજ એક બોટ માલિક ના ઝૂપડામાં આગ લાગતા ની સાથે ધીમે ધીમે આજુબાજુના ઝૂપડાઓમાં વિકરાળ આગ ફેલાયેલી અને તેની અંદર રહેલો ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં આગે ખૂબ જ વીકરાળ રૂપ ધારણ કર્યું હોય અને જાફરાબાદ ના ખારવા સમાજના અગ્રણી અને જાફરાબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા ભગુભાઈ સોલંકી પણ ત્યાં આવી ગયેલા અને પબ્લિક પણ મોટી સંખ્યામાં ભેગી થયેલી હોય પરંતુ નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ન હોવાથી આજુબાજુની સિન્ટેક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાંથી ફાયર ફાઈટર બોલાવી આગને કાબૂમાં લીઘી પણ આ બોટ માલિકના ઝૂંપડાઓ બળીને ખાક થયેલા અને ઝૂંપડામાં રહેલો માલ સામાન ઘર વખરી પણ બળી ગયેલ હતી. અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી**પણ આ તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે કે કોઈ મોટી દુર્ઘટના બને અને લોકોની જાનહાની થાય તેની રાહ જોઈ રહી છે*.*જાફરાબાદ નગરપાલિકામાં વર્ષોથી ભાજપની સત્તા હોય પરંતુ સામાન્ય જનતાનું કોઈ પણ અધિકારી કે પદાધિકારી સાંભળવા તૈયાર નથી અને સામાન્ય માણસોનું કામ કોઈ કરવા તૈયાર નથી. અને જાફરાબાદ નગરપાલિકામાં વર્ષોથી એકના એક સભ્યો ચૂંટાતા હોય અને અમુક સભ્યો દ્વારા નગરપાલિકાના જેસીબી નગરપાલિકાના ટ્રેક્ટરો અને નગરપાલિકાના માણસોનો પોતાના વ્યક્તિગત કામ માટે ઉપયોગ કરતા હોય પણ સામાન્ય જનતા જ્યારે પોતાના કામ માટે જાય ત્યારે અધિકારીઓ દ્વારા તેમને ઉડાવ જવાબ આપી અને તેમના કામ કરવામાં આવતા નથી*.*આ આગની ઘટના બન્યા બાદ મીડિયા સમક્ષ જાફરાબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જેવો આશરે 7 વર્ષ પહેલા તેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તા પર હતા. તે મીડિયા સમક્ષ એવું બોલે છે કે છેલ્લા 12 વર્ષથી જાફરાબાદ નગરપાલિકામાં ફાયર ફાઈટર બંધ હાલતમાં હોયતો મારે ભગુભાઈ ને કેવું છે કે ભગુભાઈ તમે ભાજપમાંથી સાત વર્ષ પહેલા તમેજ નગરપાલિકાના પ્રમુખ તરીકે હતા. અને ગુજરાત સરકાર પણ ભાજપની હતી. કેન્દ્ર સરકાર પણ ભાજપની હતી. છતાં પણ તમે ફાયર ફાઈટર રિપેર ના કરાવી શક્યા અને નવા ફાયર ફાઈટર પણ ના અપાવી શક્યા*.*જાફરાબાદ શહેરમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોય છતાં પણ આ તંત્ર અને આ સરકાર દ્વારા આંખ આડા કાન કરી અને મુક મોઢે જોઈ રહેતા હોય.**વર્ષોથી જાફરાબાદ નગરપાલિકા ભાજપ પ્રેરિત નગરપાલિકા ની બોડી સત્તા પર હોય છતાં પણ નાના માણસોનું આજ દિન સુધી ખ્યાલ રાખવામાં આવ્યો નથી. આથી હવે લોકો જાગૃત થયેલા હોય તેથી આવનારી નગર પાલીકાની ચૂંટણીમાં તેનો મૂહતોડ જવાબ આપશે. તેવું જાફરાબાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ બાંભણિયા એ જણાવ્યું છે*.

Follow Me:

Related Posts