fbpx
બોલિવૂડ

મિસ યુનિવર્સ ૨૦૨૪માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી રિયા સિંઘા રેસમાંથી બહાર

વિશ્વભરના લોકોની નજર હાલમાં મિસ યુનિવર્સ ૨૦૨૪ના ખિતાબ પર ટકેલી છે. આ વર્ષે ભારતનું પ્રતિનિધિત્વ રિયા સિંઘા કરી રહી છે, જેણે મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૪નો ખિતાબ જીત્યો છે. રિયાને ટોપ ૩૦માં જાેયા બાદ લોકોને આશા હતી કે ચોથી વખત ઈતિહાસ રચાશે, જે હવે તૂટી ગયો છે. કારણ કે રિયા ટોપ ૧૨માં સ્થાન મેળવવામાં સફળ ન રહી અને મિસ યુનિવર્સ ૨૦૨૪ની રેસમાંથી બહાર થઈ ગઈ. ૭૩મી મિસ યુનિવર્સ ૨૦૨૪ બ્યુટી પેજેન્ટ મેસ્કિકોમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આજે એટલે કે ૧૭મી નવેમ્બરે સવારે ૬.૩૦ વાગ્યાથી ભારતમાં પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

મિસ યુનિવર્સ ૨૦૨૪ની ટોપ ૧૨ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતની રિયાનું નામ સામેલ નથી પરંતુ તેમાં બોલિવિયા, મેક્સિકો, વેનેઝુએલા, આજેર્ન્ટિના, પ્યુર્ટો રિકો, નાઈજીરિયા, રશિયા, ચિલી, થાઈલેન્ડ, ડેનમાર્ક, કેનેડા અને પેરુના સ્પર્ધકોના નામ સામેલ છે. મિસ યુનિવર્સ ૨૦૨૪ સ્પર્ધાના અપડેટ્‌સની વાત કરીએ તો અત્યાર સુધી ટોચના ૫ સ્પર્ધકોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેક્સિકો, નાઇજીરિયા, થાઇલેન્ડ, વેનેઝુએલા અને ડેનમાર્કે પોતાનું સ્થાન બનાવ્યું છે. રિયા સિંઘાએ આ મિસ યુનિવર્સમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં તેણે ધ ગોલ્ડન બર્ડ બનીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. રિયા વિશે વાત કરીએ તો તે ગુજરાતની રહેવાસી છે. આ વર્ષની શરૂઆતમાં રિયાએ ૫૧ ફાઇનલિસ્ટને હરાવીને મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ સાથે તેણે મિસ ટીન અર્થ ૨૦૨૩ અને દિવાસ મિસ ટીન ગુજરાત ૨૦૨૦ જેવા ઘણા ટાઇટલ જીત્યા છે. રિયાએ ૧૬ વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. રિયાએ અમદાવાદની ય્ન્જી યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્‌સમાં ડિગ્રી મેળવી છે.

Follow Me:

Related Posts