fbpx
ગુજરાત

મહેસાણામાં સાબરમતી પોલીસને પુલ પરથી એક વ્યક્તિની લાશ મળી આવતાં પરિવારજનોએ તેના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમસંસ્કાર કરી દીધા

સાબરમતી પોલીસને પુલ પરથી એક વ્યક્તિની લાશ મળી આવતાં પરિવારજનોએ તેના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. મૂળ વિજાપુરનો અને અમદાવાદના નરોડામાં રહેતો એક વ્યક્તિ કોઈપણ પ્રકારની માહિતી વિના ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાબરમતી પોલીસને પુલ પરથી એક વ્યક્તિની લાશ મળી આવતાં પરિવારજનોએ તેના પુત્રનો હોવાનું માનીને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બેસણું પણ રાખ્યું હતું, જાેકે, બીજા દિવસે જ્યારે આ વ્યક્તિ ઘરે પરત ફર્યો તો બધાને આશ્ચર્ય થયું.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર બ્રિજેશ અમદાવાદના નરોડામાં રહેતો હતો અને શેરબજારનો ધંધો કરતો હતો. રોજ તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને બ્રિજેશના પરિવારને તેની ઓળખ માટે જાણ કરી હતી. પરિવાર અમદાવાદ પહોંચ્યો અને મૃતદેહને જાેયા બાદ તેઓએ આ શખ્સને પોતાના પુત્ર તરીકે ઓળખાવ્યો અને મૃતદેહને ઘરે લાવીને અગ્નિસંસ્કાર કર્યો. આ પછી, પરિવારના સભ્યોએ વિજાપુરમાં બ્રિજેશ સુથાર માટે બેસણું રાખ્યું હતું, જાે કે, જ્યારે ગુમ થયેલ બ્રિજેશ સુથાર રોજ ઘરે પરત ફર્યો તો સૌકોઈ ચોકી ઊઠ્‌યા હતા.

બ્રિજેશને જાેતાં અગ્નિસંસ્કાર કોના કર્યા એ અંગે હાલમાં પરિવાર પણ વિમાસણમાં મુકાયો છે. ત્યારે હવે પોલીસે પણ અંતિમસંસ્કાર કોના થયા એની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે પોલીસની ભૂલ કહો કે મૃતદેહની ઓળખ કરનાર પરિવારજનોની, પરંતુ હવે સવાલ એ ઊભો થયો છે કે સુથાર પરિવાર દ્વારા કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ બ્રિજેશ સુથારની માતા પણ માને છે કે પોલીસકર્મીઓ અને અમારા જમાઈઓએ ભૂલ કરી છે. આ ઘટના અંગે પરિવારજનો પણ મુંઝવણમાં છે. ગુમ થયા બાદ જીવિત ઘરે પરત ફરેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું કે એ જમ્યા બાદ ઘરેથી નીકળ્યા બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. બે દિવસ પછી જમાઈએ વાત કરતાં તેણે નરોડા પોલીસને જાણ કરી હતી. ઘણા દિવસો સુધી શોધ્યા પછી પણ જ્યારે તે ન મળ્યો તો હ્લૈંઇ દાખલ કરવામાં આવી. એ પોલીસ બોલાવતાં તેઓએ મારી પુત્રી અને જમાઈને ફૂલેલી લાશ બતાવી હતી અને મારી પુત્રવધૂ અને જમાઈએ બ્રિજેશની લાશ હોવાનું માની લીધું હતું. ત્યાર બાદ એ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે ૧૫મીએ બ્રિજેશ ઘરે આવ્યો હતો. આમાં પોલીસવાળા અને અમારા ત્રણ જમાઈઓએ ભૂલ કરી છે.

Follow Me:

Related Posts