અમરેલીમાં દાંડિયા રાસ રમતા રમતા યુવકને હાર્ટએટેક આવતાં મોત
અમરેલીના રાજુલામાં લગ્નમાં દાંડિયા રમતા ૨૪ વર્ષીય યુવક અચાનક જ પડી ગયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. અમરેલીના રાજુલામાં લગ્નમાં દાંડિયા રમતા ૨૪ વર્ષીય યુવક અચાનક જ પડી ગયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. હાર્ટ એટેકની વધુ એક ઘટનાએ અમરેલી જિલ્લામાં ચકચાર મચાવી છે. આ વખતે પણ એક યુવકે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો છે. રાજુલામાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, જે દરમિયાન મહેમાનો દાંડિયા રાસ રમી રહ્યા હતા. દાંડિયા રમતી વખતે ૨૪ વર્ષીય યુવક અચાનક ભાંગી પડ્યો હતો
અને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ પવન પટેલ છે અને તે અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન એક યુવકનું આકસ્મિક મોત થતાં ઘટના સ્થળે શોકનું મોજુ ફરી વળ્યું હતું. હૃદયરોગથી બચવા શું ખાવું અને શું ન ખાવું? અમેરિકન હાર્ટ એસોસિએશન હૃદય રોગને રોકવા માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર ભાર મૂકે છે. સંશોધકે કહ્યું કે હૃદયરોગના જાેખમને ઘટાડવા માટે, વ્યક્તિએ વિવિધ ફળો અને શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળી ડેરી ઉત્પાદનો, બિન-ઉષ્ણકટિબંધીય વનસ્પતિ તેલનું સેવન કરવું જાેઈએ. તે જ સમયે, સંતૃપ્ત અને ટ્રાન્સ ચરબી, સોડિયમ, લાલ માંસ, મીઠાઈઓ અને ખાંડયુક્ત પીણાં જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે. નિષ્ણાતોનો અભિપ્રાય અભ્યાસના મુખ્ય લેખક ડૉ.યુની ચોઈ કહે છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે બને તેટલું પ્રાકૃતિક ખોરાક લેવો જાેઈએ. પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું શ્રેષ્ઠ છે. તમારા આહારમાં બને તેટલું નોન-વેજ ઓછું કરો. આંકડા અનુસાર, વિશ્વમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ હાર્ટ એટેક છે. આવી સ્થિતિમાં જાે નાની ઉંમરથી જ હાર્ટ હેલ્ધી ફૂડ્સને ડાયટમાં સામેલ કરવામાં આવે તો હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકાય છે.
Recent Comments