ગાંધીનગરમાં સીએમે ટ્રાફિક સુવિધા વધારવા રસ્તા પહોળા કરવા રૂ.૨,૯૯૫ કરોડ મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં ઝ્રસ્એ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે. આ હેતુસર તેમણે ૨૧ રસ્તાઓની ૨૦૩.૪૧ કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા ?૧૬૪૬.૪૪ કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિં, ૧૫ માર્ગોની ૨૨૧.૪૫ કિલોમીટર લંબાઇને ૧૦ મીટર પહોળા કરવા રૂ. ૫૮૦.૧૬ કરોડ અને ૨૫ રસ્તાઓની ૩૮૮.૮૯ કિલોમીટર લંબાઇને ૭ મીટર પહોળા કરવા રૂ. ૭૬૮.૭૨ કરોડની રકમ મંજૂર કરી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૬૧ રસ્તાઓની ૮૧૩.૭૫ કિલોમીટર લંબાઇને ૭ મીટર, ૧૦ મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. ૨૯૯૫.૩૨ કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ર્નિણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે.
Recent Comments