fbpx
ગુજરાત

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે કાર્યવાહી ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ મામલે કરાયા સસ્પેન્ડ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મોત થતા પોલીસ તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ કરવા બદલ સસ્પેન્ડ કરી તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં તપાસ વધુ ઝડપી બની છે. બીજી બાજુ ધારપુર મેડિકલ કૉલેજમાં છમ્ફઁ તરફથી ભારે વિરોધ સાથે પોલીસ ઘર્ષણ થયું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને અંદાજે સાડા ત્રણ કલાક ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ૧૦ ગાળો બોલવાનું કહ્યું હતું. સિનિયર વિદ્ર્યાઓથીઓએ માનસિક તથા શારીરિક રીતે ટોર્ચર કરવામાં આવ્યું હતું. મૃતક વિદ્યાર્થી અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યે અમને રુમમાં બોલાવવામાં આવ્યા હતા. જેનો મેસેજ વોટ્‌સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો જેવા સવાલો કર્યા હતા. આ બાદ અમને એક જગ્યાએ બેસાડી દેવામાં આવ્યા હતા. અમને ત્રણ કલાક જેટલા ઉભા રાખી ઘણા સવાલો પુછ્યા હતા. આ દરમિયાન અમને ડોક નીચે રાખીને ઉભા રહેવા કહ્યું હતું અને એકદમ કડકાઇથી અમને બધુ પુછવામાં આવ્યું હતું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. જેને અમે હોસ્પિટલ લઇ આવ્યા હતા.

Follow Me:

Related Posts