શ્રી મોરારિબાપુનાં ‘શબદની નાવ મૌનના ઘાટે’ લોકાર્પણ
શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયુંશ્રી દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો તલગાજરડામાં યોજાયો ઉપક્રમઈશ્વરિયા બુધવાર તા.૨૦-૧૧-૨૦૨૪ (મૂકેશ પંડિત)શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું છે. શ્રી દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો.લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃત્ત સંપાદક શ્રી દિનુ ચુડાસમા દ્વારા શ્રી મોરારિબાપુની વ્યાસપીઠ આધારિત વાણી સંદર્ભે શબ્દો અને ભાવ સંદર્ભે સંપાદિત લલિત નિબંધ પ્રકાશન ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું છે.શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારોહ દરમિયાન આ પ્રકાશનનું લોકાર્પણ શ્રી મોરારિબાપુનાં હસ્તે થયું અને આ પ્રસંગે તેઓએ પ્રતિભાવ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે, સંપાદક દ્વારા શબ્દોનું મહત્વ યથાર્થ રહેલું છે. શ્રી દિનુ ચુડાસમાને સાધક પ્રાધ્યાપક ગણાવી પ્રસન્નતા વ્યક્ત કરી.સંપાદક શ્રી દિનુ ચુડાસમાએ જણાવ્યા મુજબ આ પ્રકાશનમાં વ્યાસપીઠનાં દર્શન સૂત્રો સત્ય, પ્રેમ, કરૂણા સહિત અશ્રુ, પરમ, વિશ્રામ… વગેરે વિશે લલિત નિબંધો આલેખાયા છે. પ્રકાશનમાં વિદ્વાન શ્રી ગુણવંત શાહે રાજીપાનો સંદેશ આપ્યો છે. પ્રસ્તાવના શ્રી સુભાષ ભટ્ટ દ્વારા લખાઈ છે. અહીં શ્રી નીતિન વડગામા પણ જોડાયાં હતાં.સંતવાણી સન્માન સમારોહ દરમિયાન આ લોકાર્પણ ઉપક્રમ સંચાલનમાં રહેલ શ્રી હરિશ્ચંદ્ર જોષી દ્વારા પણ આ પ્રકાશન સંદર્ભે વાત કરવામાં આવી.
Recent Comments