fbpx
ગુજરાત

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી ટીમ દ્વારા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક યોગ શિબિર યોજાઈ 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર તેમજ આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે નિર્દેશિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક યોગ શિબિર નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી ટીમ દ્વારા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે તારીખ  14 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી કરવામાં આવેલ છે . 14 મી નવેમ્બર ના રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે અમરેલીના પ્રતિષ્ઠિત મહાનુભાવો ના હસ્તે શિબિર ની શરૂઆત કરવામાં આવી હતી તેમજ શિબિરના પ્રથમ દિવસે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગની  ટીમ દ્વારા શિબિરમાં આવેલા ડાયાબિટીસના દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આ ડાયાબિટીસ સ્પેશિયલ યોગ શિબિર હજુ પણ એક અઠવાડિયું એટલે કે 28 નવેમ્બર સુધી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે સમય સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી શરૂ રહેનાર છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નિષ્ણાંત ટીમ જેમાં ખૂબ જ અનુભવી અને પ્રખર યોગી એવા પતંજલિ સંસ્થાના સદાય યુવાન યોગવીર યોગ શિક્ષક મનોજભાઈ પંડ્યા(ઉમર 69) ,  સુમિતભાઈ કાબરીયા (યોગ ટ્રેનર ) ,રાહુલભાઈ અગ્રાવત(યોગ ટ્રેનર) તથા ક્રિષ્નાબેન સેજપાલ (સોશિયલ મીડિયા કોર્ડીનેટર)  ડો. નિકિતા પંડ્યા(અમરેલી જિલ્લા યોગ કોર્ડીનેટર) અને સમગ્ર અમરેલી યોગ ટીમ દ્વારા ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ રોગ નિવારણ માટે  પ્રત્યેક દિન વિશેષ યોગઅભ્યાસ, QRT(ક્વીક રિલેક્સેશન ટેકનીક) , વિશેષ પ્રાણાયામ, ધ્યાન તથા એક્યુપ્રેશર પોઇન્ટ્સ કરાવવામાં આવે છે યોગા અભ્યાસ પૂર્ણ થયા બાદ ડાયાબિટીસ  તેમજ બીપી અને કોલેસ્ટ્રોલના દર્દીઓને દરરોજ અલગ અલગ પ્રાકૃતિક જ્યુસ આપવામાં આવે છે.

અને યોગઅભ્યાસની સાથે સાથે દૈનિક જીવનમાં આહારવિહારના નિયમોની સામાન્ય સમાજ તેમજ ડાયાબિટીસના પેશન્ટ માટે દિનચર્યા કેવી હોવી જોઈએ તેની પણ ઊંડાણપૂર્વક માહિતી પણ આપવામાં આવે છે. આ શિબિરમાં ડાયાબિટીસ ઉપરાંત બીપી કોલેસ્ટ્રોલ થાઈરોઈડના દર્દીઓ તેમજ સ્વસ્થ અમરેલીજનો  પણ હર્ષભેર રોજે રોજ સમયસર ઉપસ્થિત થઈ પૂર્ણ શિબિર નો લાભ લઇ રહ્યા છે.ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ શિબિર 15 દિવસ માટે શરૂ રહેનાર છે જેમાં રોજે રોજ ડાયાબિટીસ રોગ થી મુક્ત થવા માટે લોકોને નિષ્ણાતો દ્વારા જુદા જુદા યોગ અભ્યાસ, એક્યુપ્રેશર પદ્ધતિ સાથે સાથે પ્રાકૃતિક જ્યુસ – આહાર નું મહત્વ સમજાવવામાં આવ આવે છે તથા પ્રેક્ટીકલ પણ કરાવવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી ટીમ દ્વારા અમરેલીની જાહેર જનતાને  આહવાન છે કે મોટી સંખ્યામાં ડાયાબિટીસના દર્દીઓ આ શિબિર નો ભરપૂર લાભ લે અને પોતને અને પોતાના પરિવારને ડાયાબિટીસ નામના દાનવના પંજામાંથી છોડાવવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપે.પોતાના નામની નોંધણી આજે જ કરાવવા આજે જ સંપર્ક કરો. 9773476804 ડો. નિકિતા પંડ્યા (ડિસ્ટ્રિક્ટ યોગ કોર્ડીનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ) તથા 9033316841 સાગર મહેતા (યોગકોચ)…

Follow Me:

Related Posts