રાજુલા પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૩૮૧/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા એટ્રોસિટી કલમ ૩(૧)(આર), ૩(૨)(૫)(અ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ.કોર્ટમાંથી બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. → પકડાયેલ આરોપીની વિગતઃ- અમીત ધીરૂભાઇ ચુડાસમા, ઉ.વ.૨૬, રહે.રાજુલા, ખેતાગાળા,તા.રાજુલા, જિ.અમરેલી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા, જયેન્દ્રભાઇ બસીયા, સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments