fbpx
ગુજરાત

પાટણની ૧૩ ય્સ્ઈઇજી મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડથી અણઘડ સંચાલનનો પકડવામાં આવ્યા

રાજ્યમાં સામાન્ય શિક્ષણમાં તો ધુપ્પલ ચાલે જ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ કેવું અણઘડ ખાતુ ચાલે છે તેનો પર્દાફાશ પાટણમાં વિદ્યાર્થીના રેગિંગ કાંડે કર્યો છે. પાટણના વિદ્યાર્થીના રેગિંગ કાંડે ઉચ્ચ શિક્ષણના અણઘડ સંચાલનનું ઉદાહરણ રજૂ કર્યુ છે. રાજ્યમાં સામાન્ય શિક્ષણમાં તો ધુપ્પલ ચાલે જ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ કેવું અણઘડ ખાતુ ચાલે છે તેનો પર્દાફાશ પાટણમાં વિદ્યાર્થીના રેગિંગ કાંડે કર્યો છે. પાટણના વિદ્યાર્થીના રેગિંગ કાંડે ઉચ્ચ શિક્ષણના અણઘડ સંચાલનનું ઉદાહરણ રજૂ કર્યુ છે. પાટણ રેગિંગ કાંડથી સૌથી મોટો પર્દાફાસ એ થયો છે કે રાજ્યની ૧૩ ય્સ્ઈઇજી મેડિકલ કોલેજમાં કાયમી ડીન જ નથી. આ એકાદી કોલેજની વાત નથી, આ ૧૩-૧૩ કોલેજની વાત છે.

મેડિકલ કોલેજ ઉચ્ચ શિક્ષણમાં મોખરાનું સ્થાન ગણાય છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તો બીજે તો શું ચાલતું હશે. આમ પાટણની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં એક વિદ્યાર્થીના મોતથી મેડિકલ એજ્યુકેશન જગતમાં ભારે હલચલ મચી ગઈ છે. જાે કે, આ ઘટનાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના નબળા સંચાલનની પણ પર્દાફાશ કરી છે. આમ, ટેકનિકલ સહિત અન્ય કોલેજાેની જેમ મેડિકલ કોલેજાે પણ ઈન્ચાર્જ ડીન-સુપ્રિટેન્ડેન્ટની રહેમ પર ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પાટણની ય્સ્ઈઇજી કોલેજ જૂની ૮ કોલેજાેમાંની એક છે.

એટલે કે આ કોલેજ ૨૦૧૦માં જ શરૂ થઈ હતી. પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ય્સ્ઈઇજી સંચાલિત મેડિકલ કોલેજાે હાલમાં ચર્ચામાં છે. વાસ્તવિકતા એ છે કે વર્તમાન પરિસ્થિતિમાં સોસાયટી સંચાલિત ૧૩ મેડિકલ કોલેજાેમાંથી મોટાભાગની કોલેજાેમાં કાયમી ડીન નથી. એટલે કે આ મેડિકલ કોલેજાે ડીન ઈન્ચાર્જના હવાલે એક પ્રોફેસરને સોંપવામાં આવી છે. એટલું જ નહીં ડીન ઇન્ચાર્જમાં પણ જેઓને ચાર્જ આપવામાં આવ્યો છે તેઓ અઠવાડિયામાં એક કે બે વાર મેડિકલ કોલેજમાં હાજરી આપે છે અને પરત ફરે છે. પાટણ મેડિકલ કોલેજ ડીન ઈન્ચાર્જ દ્વારા ચલાવવામાં આવે છે. આમ, હાલમાં મેડિકલ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજાેમાં કોઈ વ્યવસ્થા નથી, જેઓને ચાર્જ આપવામાં આવ્યો છે તેઓ કોલેજમાં રહેતા નથી, પાટણ સહિત અનેક મેડિકલ કોલેજાેમાં હોસ્ટેલમાં કાયમી રેક્ટર ન હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી-ય્સ્ઈઇજીની રચના રાજ્યમાં વર્ષ ૨૦૧૦માં કરવામાં આવી હતી અને તેના નેજા હેઠળ વિવિધ શહેરોમાં સરકારી-સ્વ-ર્નિભર મેડિકલ કોલેજાે શરૂ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts