નડિયાદમાં અમૂલે ઠાસરા તાલુકામાં ૧૫૦ થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂક્યા
આણંદ અમૂલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી વર્ષમાં અમૂલમાં ચૂંટણીના એંધાણ છે, તેવામાં વર્તમાન ચેરમેન સામે વિરોધ વચ્ચે એકાએક અમૂલ દ્વારા ઠાસરા તાલુકાના ૧૫૦થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ઠાસરા તાલુકો અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનો ગઢ માનવામાં આવે છે ત્યારે ઠાસરાના જ યુવકોને કાઢી મૂકવામાં આવતા રાજકારણ ગરમાયું છે. અમૂલ ડેરીમાં અગાઉ ઠાસરાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર ચેરમેન હતા. વર્ષ ૨૦૨૦માં ભાજપની ટોચની નેતાગીરીએ રામસિંહ પરમારને પડતા મૂકીને નડિયાદના વિપુલ પટેલને ચેરમેન બનાવ્યા હતા. આગામી વર્ષમાં અમૂલમાં ચૂંટણી આવવાના એંધાણ છે.
તે પહેલા માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરૂદ્ધ કટાક્ષ કરતી પોસ્ટ અને વીડિયો મૂક્યો હતો. તેમજ અત્યાર સુધીમાં ચરોતરની મોટાભાગની દૂધ મંડળીઓએ પૂર્વ ધારાસભ્યના સમર્થનમાં ઠરાવો કર્યા છે. જેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં અમૂલ પ્રશાસન દ્વારા ઠાસરા તાલુકામાંથી નોકરી પર લેવામાં આવેલા ૧૫૦થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. યુવકોના જણાવ્યા મૂજબ, રાત્રે અચાનક કૉલ આવ્યો હતો અને આવતીકાલથી નોકરી પર આવવાનું નથી તેમ જણાવાયું હતું. જ્યારે ર્નિણય પાછળનું કારણ પૂછતા કામદારો વધી ગયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારે જાે કામદારો વધ્યા હતા તો છેલ્લા ચારેક મહિનામાં ૧૫૦થી વધુ લોકોની ભરતી શા માટે કરવામાં આવી તેવા પ્રશ્નો યુવકોમાંથી ઉઠી રહ્યા છે. તેવામાં એકાએક પૂર્વ ચેરમેનના ઠાસરા તાલુકામાંથી યુવકોને નોકરી પરથી કાઢી મુકતા અનેક ચર્ચાઓએ જાેર પકડયું છે.
Recent Comments