ભાવનગર

ભાવનગરથી આહવા જવા-આવવા માટે સ્લીપર કોચ બસ તા. ૨૨મી નવેમ્બરના રોજ રાત્રે ૨૦:૦૦ કલાકે ઉપડશે

ભાવનગર જિલ્લાના મુસાફરો માટે ભાવનગરથી આહવા જવા-આવવા માટે સ્લીપર કોચ બસ તા. ૨૨/૧૧/૦૨૪ના રોજ રાત્રે ૨૦:૦૦ કલાકે ઉપડશે. આ બસ વાયા ધોલેરા, વડોદરા, સુરત, બારડોલી, વાસદા થઈ આહવા સવારે ૭:૦૦ કલાકે પહોંચશે. અને આહવાથી સાંજે ૧૯:૦૦ કલાકે ઉપડી સવારે ૬:૦૦ કલાકે ભાવનગર પહોંચશે. જેનો મુસાફરો તથા જાહેર જનતાને બહોળા પ્રામાણમાં લાભ લેવા વિભાગીય નિયામકશ્રી ભાવનગરની દ્વારા ‌અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Posts