ગુજરાત

સુરતમાં જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ નર્સિગ કાઉન્સિલની મંજૂરી વગર જ ધમધમતી જી. એન. એમ ઈન્સ્ટિટ્યૂટ પકડવામાં આવી

જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ ચલાવવામાં આવી રહ્યું હતું સુરતમાં બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઝડપાઈ છે. મેડિકલ હોસ્પિટલો બાદ હવે બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. ય્દ્ગસ્ ઈન્સ્ટિટ્યુટ દુકાનની અંદર ચાલી રહી છે. પુણા પાટિયા ખાતે આવેલ સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ચાલી રહ્યું હતું. જીવનદીપ મેડિકલ નામથી ઈન્સ્ટિટ્યુટ ચલાવવામાં આવી રહ્યું હતું. તેમજ એક જ દુકાનની અંદર ૬ પ્રકારનાં કોર્ષ ચલાવાઈ રહ્યા હતા.ગુજરાત નર્સિંગ કાઉન્સિલની મંજૂરી વગર ય્દ્ગસ્ ઈન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું હતું તેવી પણ માહિતી મળવા પામી છે.

દુકાનની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી પરીક્ષા આપવા માટે બેંગલોક મોકલવામાં આવતા હતા. ગુજરાતમાં આ રીતે ઈન્સ્ટિટ્યુટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી. ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું હતું. પેરામેડિકલ કાઉન્સિલનાં હેલ્પલાઈન નંબર પણ આ ઈન્સ્ટિટ્યુટ ગુજરાતમાં ચલાવી ન શકાય તેવું સ્વીકાર્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ પાસે ફી પણ લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બેંગ્લોર પરીક્ષા આપવા જતા હોવાનો પણ સ્વીકારતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ય્દ્ગસ્ માટેનાં માન્યતા આપેલા કોર્ષ ચલાવતી ઈન્સ્ટિટ્યુટનાં લિસ્ટમાં જીવનદીપનું નામ જ નથી.મળતી માહિતી મુજબ સુરતનાં પુણા પાટિયામાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા બોગસ ઈન્સ્ટિટ્યુટનો પર્દાફાશ થયો છે. જીવનદીપ નામની બોગસ મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ચાલી રહી હતી. કોમ્પ્લેક્ષમાં આવેલ એક જ દુકાનમાં ૬ પ્રકારનાં કોર્સ ચલાવવામાં આવતા હોવાની માહિતી પણ મળવા પામી હતી. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેંગ્લરો મોકલવામાં આવતા હતા. ય્દ્ગસ્ ની મંજૂરી વગર જ ઈન્સ્ટિટ્યુટ ચાલી રહ્યું હતું. આ રીતે ઈન્સ્ટિટ્યુટ ચલાવવાનો કોઈ કાયદો નથી.

Follow Me:

Related Posts