ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨માં જાહેરાત કરી હતી કે શાળાઓમાં શ્રીમદ ભાગવત ગીતા ભણાવવામાં આવશે. હવે આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે ૨૧ નવેમ્બરે આ કેસની સુનાવણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, ભગવદ ગીતાના ઉપદેશો મૂળભૂત રીતે નૈતિક છે, ધાર્મિક નથી. આ કિસ્સામાં, અરજદારોના વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે તમામ ધર્મોના સિદ્ધાંતો બિનસાંપ્રદાયિકતાની ભાવનાથી શીખવવામાં આવે અને રાજ્યને આવી દરખાસ્ત જારી કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે મૌખિક રીતે કહ્યું કે આ પહેલ માત્ર ઉપદેશોને અમલમાં મૂકવા માટે છે.
થોડા સમય સુધી કેસની સુનાવણી કર્યા બાદ કોર્ટે આ મામલાને આવતા મહિના માટે સૂચિબદ્ધ કર્યો છે. સરકારે વર્ષ ૨૦૨૨ માં ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શાળામાં ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો શીખવા માટે તેને ફરજિયાત બનાવવાની જાહેરાત કરી હતી. જેના કારણે કોર્ટમાં જાહેર હિતની અરજી (ઁૈંન્) દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તા સંગઠનો જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલેમા વેલ્ફેર ટ્રસ્ટે પણ દરખાસ્ત પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. અરજદારના વરિષ્ઠ વકીલે કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે શાળામાં ધર્મનિરપેક્ષતાની ભાવનાથી તમામ ધર્મોના સિદ્ધાંતો શીખવવામાં આવે અને તે ધર્મ પર આધારિત ન હોઈ શકે. આ શિક્ષણ નૈતિકતા પર આધારિત હોવું જાેઈએ જે તમામ ધર્મોમાં શીખવવામાં આવે છે.
સુનાવણી દરમિયાન, બેન્ચે મૌખિક રીતે ભગવદ ગીતા વિશે કહ્યું, તે એક પ્રકારનું નૈતિક વિજ્ઞાનનું પાઠ છે. તેના પર અરજદારના વરિષ્ઠ વકીલે કહ્યું કે નૈતિક વિજ્ઞાન હજુ પણ તટસ્થ છે. બેંચે કહ્યું, આ પહેલ માત્ર શિક્ષણને રજૂ કરવા માટે છે. ડિવિઝન બેન્ચે વધુમાં કહ્યું કે, આ આપણી સંસ્કૃતિ છે, આ કોઈ ધાર્મિક દસ્તાવેજ નથી. ત્યારે વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે કોઈપણ ધાર્મિક પુસ્તકના સિદ્ધાંતો સંસ્કૃતિ નથી. તેના પર કોર્ટે કહ્યું કે, તે ધાર્મિક નથી, નૈતિક છે. તે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. ભગવદ્ ગીતા માત્ર નૈતિક વિજ્ઞાન છે. કોર્ટે આગળ કહ્યું, જુઓ, ભગવદ ગીતામાં કોઈ ધાર્મિક ઉપદેશ નથી. “તમારું કાર્ય કરો અને તેના પરિણામોની ઇચ્છા ન કરો” આ એક મૂળભૂત, મૂળભૂત નૈતિક સિદ્ધાંત છે. આ પછી કોર્ટે મૌખિક રીતે કહ્યું કે તેમને આ મામલે કોઈ ઉતાવળ દેખાતી નથી.
તેથી જ કોર્ટે આ કેસને લિસ્ટ કર્યો છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતની શાળાઓમાં નવી શિક્ષણ નીતિ હેઠળ શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ૬ઠ્ઠાથી ૧૨મા ધોરણ સુધીના અભ્યાસક્રમોમાં ભગવદ ગીતાના સિદ્ધાંતો ભણાવવામાં આવશે તેમ જણાવાયું હતું. નવી એજ્યુકેશન પોલિસી હેઠળ ગીતાનું વાંચન ફરજિયાત રહેશે. ધોરણ ૬ થી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવવામાં આવશે. ત્યાર બાદ આ અંગે કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવ બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન કરે છે, એવું કહેવામાં આવ્યું હતું કે શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ સ્પષ્ટપણે ધાર્મિક શિક્ષણ આપવાનો છે.


















Recent Comments