fbpx
રાષ્ટ્રીય

શેર બજારને રેગ્યુલેટ કરતી સેબી અદાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી શકે છે

આ ફક્ત ‘આરોપ’, અભ્યાસ બાદ જવાબ આપીશું ઃ અદાણી ગ્રુપના ઝ્રર્હ્લં અમેરિકાની એક કોર્ટે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આ આરોપો બાદ ભારતમાં શેર બજારને રેગ્યુલેટ કરતી સેબી અદાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી શકે છે. આ બધા વચ્ચે અદાણી ગ્રુપના ઝ્રર્હ્લં જુગેશિન્દર સિંહએ એક્સ પર એક પોસ્ટ દ્વારા પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે લખ્યું કે અદાણી ગ્રુપની કોઈ કંપની પર સીધા આરોપ નથી. કેસની તપાસ ચાલુ છે અને ગ્રુપ તરફથી તેના પર અધિકૃત પ્રતિક્રિયા યોગ્ય સમયે આપવામાં આવશે.

ઝ્રર્હ્લં જુગેશિન્દર સિંહ તરફથી પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તમે લોકોએ અદાણી ગ્રુપ સંલગ્ન અનેક સમાચારો સાંભળ્યા હશે. આ મામલો ખાસ કરીને છઙ્ઘટ્ઠહૈ ય્િીીહ ના એક કોન્ટ્રાક્ટ સાથે જાેડાયેલો છે. આ અદાણી ગ્રીનના કુલ બિઝનેસનો માત્ર ૧૦ ટકા છે. સિંહે લખ્યું કે આ મામલે વિસ્તૃત અને સટીક જાણકારી એક યોગ્ય પ્લેટફોર્મ પર શેર કરાશે. અમને આ અંગે માત્ર બે દિવસ પહેલા જ ખબર પડી કે કઈક ગડબડ છે. જાે કે અમને તે અંગે પહેલેથી કઈક શક હતો અને અમે ફેબ્રુઆરી ૨૦૨૪માં જે દસ્તાવેજાે બહાર પાડ્યા હતા તેના વિશે પણ લખ્યું હતું. તે ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ અમારા વાર્ષિક રિપોર્ટ બાદ અમારી કોઈ પણ કંપની કે તેના સહયોગીઓ તરફથી પહેલીવાર સાર્વજનિક રીતે બહાર પાડવામાં આવેલા દસ્તાવેજ હતા.

અદાણી ગ્રુપની ૧૧ સાર્વજનિક કંપનીઓમાંથી કોઈ પણ હાલમાં ર્ડ્ઢંત્ન (ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ) ના ઙ્મીખ્તટ્ઠઙ્મ કૈઙ્મૈહખ્તજમાં “ઙ્ઘીકીહઙ્ઘટ્ઠહં” નથી. ઝ્રર્હ્લં એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ કંપની કે તેની સહાયક કંપનીઓ પર કોઈ પ્રકારના ખોટા કામનો આરોપ નથી. ઝ્રર્હ્લં એ કહ્યું કે અનેક રિપોર્ટ્‌સ અને ખબરો બીજા કેસ સાથે જાેડાઈને સમાચાર બની રહ્યા છે. તેમણે અપીલ કરી કે આ કેસ પર ગ્રુપ તરફથી વિસ્તૃત પ્રતિક્રિયા યોગ્ય સમયે આપવામાં આવશે. ઝ્રર્હ્લં જુગેશિન્દર સિંહે જણાવ્યું કે ર્ડ્ઢંત્ન ના વકીલો મુજબ આ ફક્ત આરોપ છે. કાનૂની ભાષામાં આરોપીને નિર્દોષ ગણવામાં આવે છે. અદાણી ગ્રુપ આ સમગ્ર મામલાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે. કાનૂની સલાહ બાદ જ સાર્વજનિક રીતે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવશે. ઝ્રર્હ્લં એ એમ પણ કહ્યું કે ગ્રુપ સંપૂર્ણ પારદર્શકતા સાથે વિસ્તૃત જવાબ આપશે.

Follow Me:

Related Posts