કેનેડા સરકારે કોલેજાે દ્વારા અપાતા એડમિશન ઓફર લેટર્સની તપાસ શરૂ કરી
જીંેઙ્ઘઅ ૈહ ઝ્રટ્ઠહટ્ઠઙ્ઘટ્ઠ ઃ કેનેડા અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રોકવા માગે છે. આ માટે હવે કોલેજાે દ્વારા અપાયેલા પ્રવેશ પત્રોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (ૈંઇઝ્રઝ્ર) વિભાગે ૨૦૨૪માં સ્ટુડન્ટ વિઝા માટે સબમિટ કરેલા ૧૦,૦૦૦થી વધુ નકલી એડમિશન ઑફર લેટર શોધી કાઢ્યા છે. ગયા વર્ષે નકલી એડમિશન લેટરના ઘણા કિસ્સા જાેવા મળ્યા હતા, ત્યારબાદ સરકારે પત્રોની તપાસ શરૂ કરી હતી. ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ અનુસાર આઈઆરસીસીની ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ બ્રાંચના ડાયરેક્ટર જનરલ બ્રોનવિન મેએ સંસદીય સમિતિને જણાવ્યું કે આ વર્ષે ૫ લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા અરજીઓ તપાસવામાં આવી છે.
તપાસ દરમિયાન ૫ લાખ અરજીઓમાંથી ૯૩% સાચી હોવાનું જણાયું હતું, પરંતુ ૨% અરજીઓમાં નકલી ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા. ૧% અરજીઓ હતી જેમાં પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે ઘણા કિસ્સામાં તો કોલેજ-યુનિવર્સિટી પણ વિઝા માટે જમા કરાવેલા એડમિશન લેટર વેરીફાઈ કરી શકતી નથી. ગયા વર્ષે કેનેડામાં એક મોટી છેતરપિંડી સામે આવી હતી. ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ભારતના નકલી સલાહકાર દ્વારા નકલી પ્રવેશ પત્રો સાથે કેનેડા મોકલવામાં આવ્યા હતા. કેનેડા પહોંચ્યા બાદ આ વાતનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા. તેમાંથી બોધપાઠ લઈને સરકારે હવે પ્રવેશ પત્રોની ચકાસણી શરૂ કરી છે.
નવા નિયમો હેઠળ તમામ કોલેજાે અને યુનિવર્સિટીઓએ ઓનલાઈન પોર્ટલ દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવી જરૂરી છે. કેનેડાની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ઈમિગ્રેશન ક્રિટિક જેની કવાનએ આ બાબતને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે સરકારને નકલી એજન્ટો તેમજ તે કોલેજાે અને યુનિવર્સિટીઓ સામે પગલાં લેવાની અપીલ કરી છે જેઓ આમાં સામેલ છે. “આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાની જવાબદારી કેનેડાની છે,” તેમણે કહ્યું. કેનેડાને એ વાતની પણ ચિંતા છે કે તેમના દેશમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓનો ગેરલાભ ઉઠાવામાં ન ?આવે. ૈંઇઝ્રઝ્રએ હવે તેની તપાસ તેજ કરી છે. ગયા વર્ષે ભારત, ચીન અને વિયેતનામથી આવતા ૨૦૦૦ વિદ્યાર્થીઓના કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાંથી ૧,૪૮૫ જેટલા વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા ડોક્યુમેન્ટ્સ નકલી હોવાનું જણાયું હતું. આ પછી તેને કેનેડામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અથવા તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. ૈંઇઝ્રઝ્રના પ્રવક્તા જેફરી મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે વેરિફિકેશન પ્રક્રિયા છેતરપિંડી અટકાવે છે અને અસલી વિદ્યાર્થીઓનું રક્ષણ પણ કરે છે. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ સાચા જણાય છે તેમને કોઈપણ દંડ વિના કેનેડામાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે.
Recent Comments