રેશનકાર્ડ ઈ-કેવાયસીના નામેલોકોનેલાઈનમાંઊભા રાખવાનુંભાજપ સરકાર બંધ કરે – તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભંડેરી
ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાંગુજરાતના લોકો લાઇનમાંઊભા રહેવામાથી જ નવરા થતા નથી, રોજ દિવસ ઉગેને ભાજપની સરકાર નવો ફતવો લાવીનેલોકોનેલાઇનમાંઊભા રાખવાનું કામ કરી રહ્યા છે, રોજબરોજ લાઇનમાંઊભા રહેવાનુંથતું હોવાથી લોકો પોતાનો કામ ધંધો પણ કરી શકતા નથી, તાજેતરમાંજ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે લોકોનેલાઇનમાંઊભા રાખી દીધા છે, લોકો રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે પોતાના પરિવાર સાથેગ્રામ પંચાયતમાંવીસીઈ પાસેજાય અથવા તો જનસેવા કેન્દ્રમાંજાય તો મોટી- મોટી લાઈનમાં કલાકો સુધી ભૂખ્યા અનેતરસ્યા ઉભું રહેવુંપડે છે અને કલાકો સુધી લાઈનમાંઊભા રહેવા છતાંપણ સર્વર ડાઉનના લીધેરેશનકાર્ડ ઈ- કેવાયસી થતું નથી, પરિણામેલોકોનેપોતાના પરિવાર સાથેકામ ધંધા પડતા મૂકીનેબીજા દિવસેધરમનો ધક્કો ખાવો પડે છે,
ગામડાના ગરીબ માણસોનેબબ્બેદિવસ સુધી પોતાની મજૂરીકામનો રોજ પાડીનેરેશનકાર્ડ ઈ- કેવાયસી માટે લાઈનોમાંઊભું રહેવુંપડે છે અનેધરમના ધક્કા ખાવા પડે છે, હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંખેડૂતોનેશિયાળુપાક વાવેતરનો સમય હોય ત્યારે જ રેશનકાર્ડ ઈ- કેવાયસી કરવા માટે ખેતી કામ પડતું મૂકીનેબબ્બેદિવસ સુધી ભૂખ્યા અનેતરસ્યા કલાકો સુધી લાઈનોમાંઊભું રહેવુંપડે છે અનેબીજી બાજુ શિયાળુપાક જેવા કે ઘઉં,ચણા, વગેરેનુંવાવેતર કરવા માટે પાયાનુંખાતર DAP તથા NPK ખેડૂતોનેમળતું નથી અનેજો અનાયાસેખેડૂતોનેખાતર મળી જાય તો ત્યાંપણ મસ મોટી લાઈનોમાંખેડૂતોનેઉભું રહેવુંપડે છે, તો આમાંખેડૂતોનેખાતર લેવા માટે લાઇનમાંઊભું રહેવું? કે રેશનકાર્ડ ઈ- કેવાયસી કરવા માટે લાઈનમાંઉભું રહેવું?, એક બાજુ ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાંગુણવત્તાયુક્ત શિક્ષણની વાતોના બણંગા ફૂકે છે અનેબીજી બાજુ સરકારી શિક્ષકો પાસેરેશનકાર્ડ ઈ- કેવાયસીનું કામ કરાવેછે, તો આમાં શિક્ષણની ગુણવત્તા ક્યાંથી જળવાય? છેલ્લા એક મહિના કરતાંવધારે સમયથી સરકારી શિક્ષકો રેશનકાર્ડ ઈ-કેવાયસીની કામગીરીમાં વ્યસ્ત છે, તો ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનેશિક્ષણ ક્યારે આપતા હશે? આમ ગુજરાતની જનતાનેગુમરાહ કરવાનું કામ અનેતેના બાળકોનું શિક્ષણ બગાડવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે, માટે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતની જનતાનેલાઈનમાંઊભા રાખવાનું કામ બંધ કરે તેવી ટકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ડે એ કરી છે.
Recent Comments