સુરેન્દ્રનગરમાં ડ્રોન કેમેરાથી પહેલીવાર પોલીસનું કોમ્બિંગ અઓપ્રેસન કરવામાં આવશે

લીંબડી ધ્રાંગધ્રા ,સુરેન્દ્રનગર સહીતનાં વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું સુરેન્દ્રનગર શહેરમાં પ્રથમ વખત ડ્રોન કેમેરાની મદદથી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,બે દિવસ પોલીસે અલગ-અલગ ગુનેગારો તેમજ સ્થાનિકો સામે ૧૮૦થી વધુ ગુના નોંધ્યા છે,પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યુ હતુ,તો બીજી તરફ પોલીસ લખેલા વાહનો તેમજ બ્લેક કાચ, ફેન્સી નંબર પ્લેટ, ભયજનક વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી તો અનેક વાહનો ડીટેઇન કરાયા અનેકને દંડ ફટકાર્યો હતો,લીંબડી ધ્રાંગધ્રા ,સુરેન્દ્રનગર સહીતનાં વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું.
અલગ-અલગ બનાવોના પગલે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જીલ્લા એસપી અને કલેકટર દ્વારા એક બેઠક મળી હતી. જેના ભાગરૂપે આરોપી સામે પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામાયુ છે કલેકટર દ્વારા છેલ્લા ૩ વર્ષ માં ૪૦૪ હથિયારોના પરવાના રદ કરી દેવામાં આવ્યાં છે ૭૧ પાસાં ૩૬ તડીપાર સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ૧૨૧ સ્વરક્ષણનાં પરવાનેદારોના હથિયાર રદ કરવામાં આવ્યાં છે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને હથિયાર પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે,શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી,પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ હતી.
Recent Comments