રાષ્ટ્રીય

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા AAP સરકારે વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા છછઁ સરકારે વૃદ્ધો માટે પેન્શન સ્કીમ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજનામાં ૮૦ હજાર નવા વૃદ્ધો જાેડાયા છે. અગાઉ ૪.૫૦ લોકોને આ યોજનાનો લાભ મળતો હતો. હવે આ યોજનાના દાયરામાં પાંચ લાખથી વધુ વૃદ્ધો આવશે. ૬૦ થી ૬૯ વર્ષના વૃદ્ધોને દર મહિને ૨૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ૭૦ વર્ષથી ઉપરના વૃદ્ધોને દર મહિને ૨૫૦૦ રૂપિયા મળશે. આ યોજનાની જાહેરાત કરતા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ તેમના વડીલોના આશીર્વાદથી જેલમાંથી બહાર આવ્યા છે.

આ યોજના તેમનો આભાર માનવા માટે છે. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પૂર્ણ થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૦ માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને ૭૦ માંથી ૬૨ બેઠકો જીતી હતી. સોમવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દેશમાં વૃદ્ધોને સૌથી વધુ પેન્શન દિલ્હીમાં આપવામાં આવે છે. અન્ય રાજ્યોમાં જ્યાં ડબલ એન્જિનની સરકાર છે ત્યાં પેન્શન ખૂબ ઓછું છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં મહિને રૂ. ૫૦૦ અને આસામમાં મહિને રૂ. ૬૦૦ મળે છે. ૨૦૧૫માં અમારી સરકાર આવી ત્યારે અમે દિલ્હીમાં પેન્શન બમણું કર્યું.

અગાઉની સરકારો ૬૦ થી ૬૯ વર્ષના વૃદ્ધોને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપતી હતી. અમે ૨૦૦૦ કર્યું. ૭૦ વર્ષથી ઉપરના વૃદ્ધો માટે ૧૫૦૦ રૂપિયાથી વધારીને ૨૫૦૦ રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. છછઁનું ‘રેવાડ પર ચર્ચા’ અભિયાન ૨૨ નવેમ્બરે શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે આખી દિલ્હીમાં ૬૫ હજાર સભાઓ યોજાશે. અમારી સરકારના ૬ મફત ‘રેવડી’વાળા પેમ્ફલેટનું વિતરણ કરશે. તેમણે કહ્યું હતું કે, અમે દિલ્હીમાં ઘણું કામ કર્યું છે. અમે દિલ્હીના લોકોને ૬ મફત સુવિધાઓ ‘રેવડીઓ’ આપી છે. અમે દિલ્હીના લોકોને પૂછવા માંગીએ છીએ કે શું તેઓને આ ‘રેવાડીઓ’ જાેઈએ છે કે નહીં. કેજરીવાલે કહ્યું હતું કે, ‘આપના કાર્યકર્તા મતદારોને પૂછશે કે ભાજપે છેલ્લા ૧૦ વર્ષમાં દિલ્હી માટે શું કર્યું છે, કારણ કે રાષ્ટ્રીય રાજધાની અડધું રાજ્ય છે, અહીં કેન્દ્ર સરકાર પાસે પણ અમારી જેટલી સત્તા છે. ભાજપ ૨૦ રાજ્યોમાં સત્તા પર છે. તેઓ એક રાજ્યમાં પણ આ મફત ‘રેવડી’ આપતા નથી. આ એટલા માટે છે કારણ કે તે તેમનો હેતુ નથી. આ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે તે ફક્ત છછઁ જ જાણે છે. ભાજપે દિલ્હી સરકારના કામોને અટકાવ્યા છે. પીએમ મોદીએ ઘણી વખત કહ્યું છે કે કેજરીવાલ ફ્રીમાં ‘રેવાડી’ આપી રહ્યા છે, આ બંધ થવું જાેઈએ. અમે કહીએ છીએ કે હા, અમે આ ફ્રી ‘રેવાડી’ આપીએ છીએ.

Related Posts