પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટો આરોપ લગાવ્યો
પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટો આરોપ લગાવ્યો છે. પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પાટણમાં બાળકોના વેચાણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને તે સમગ્ર પાટણ જિલ્લા માટે ગંભીર બાબત છે, આવી બાબતો ગુજરાતના સામાજિક જીવન પર મોટી અસર કરે છે. આ કેસની તપાસમાં પોલીસ બેદરકારી દાખવી રહી છે.
મોટા લોકોને આ બાબતથી દૂર રાખવામાં આવી રહ્યા છે. ૧૦મા ધોરણમાં ભણતો વ્યક્તિ ૧૦ વર્ષથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે દવાની પ્રેક્ટિસ કરતો હતો, વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસને આની જાણ નથી? કિરીટ પટેલે આ કેસમાં જીૈં્ની રચનાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ આરોપીએ ૧૦ થી વધુ બાળકો વેચ્યા છે, જેમાં દીકરી માટે ૫ લાખ રૂપિયા અને દીકરા માટે ૧૦ લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. આ સાથે કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આરોપી કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય તો પણ સરકારે ગંભીરતા દાખવી નિષ્પક્ષ તપાસ કરવી જાેઈએ. તેમણે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે સરકાર આ લોકોની તપાસ નહીં કરે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલા છે.
Recent Comments