ગુજરાત

અમદાવાદમાં બી.જેડ ફાયનાન્સિયલે પોન્ઝી સ્કીમમાંથી ૬,૦૦૦ કરોડ ઠગી લીધાં

ઉત્તર ગુજરાતમાં મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસની આડમાં લોકોને દર મહિને પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવી રહી હતી અને ત્રણ વર્ષમાં સીઆઈડી ક્રાઈમની ટીમે પોન્ઝી સ્કીમ ચલાવનારાઓની ધરપકડ કરીને છ હજાર કરોડથી વધુની રકમ વસૂલ કરી સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસની આડમાં લોકોને દર મહિને પૈસા ડબલ કરવાની લાલચ આપવામાં આવી રહી હતી અને ત્રણ વર્ષમાં સીઆઈડી ક્રાઈમની ટીમે પોન્ઝી સ્કીમ ચલાવનારાઓની ધરપકડ કરીને છ હજાર કરોડથી વધુની રકમ વસૂલ કરી સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસે ગાંધીનગર, વડોદરા, હિમંતનગર, મોડાસા, વિજાપુર, રણાસણ અને માલપુર માં દરોડા પાડતા મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસીસના સંચાલકો અને એજન્ટોમાં ગભરાટ ફેલાયો છે.

હાલમાં સીઆઈડી ક્રાઈમની ટીમે બીઝેડ ઓફિસોમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારોના બેંક ખાતા અને વિગતો મળી આવી છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમને મળેલી નનામી ફરિયાદ બાદ ગાંધીનગર, મહેસાણા, અરવલી, સાબરકાંઠામાં કાર્યવાહી કરવામાં આવી હતી. મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસીસની આડમાં લોકોને દર મહિને સાત ટકા વ્યાજની લાલચ આપીને અને એફડીના પૈસા ત્રણ વર્ષમાં બમણા કરવાની લાલચ આપીને છ હજાર કરોડથી વધુની રકમ એકત્ર કરી હોવાનું બહાર આવ્યું છે. મ્ઢ ફાયનાન્સિયલ કિંગપિન ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયાના સમાચાર બાદ ઝ્રૈંડ્ઢ ક્રાઈમે દરોડો પાડવા અને મ્ઢડ્ઢ મેનેજર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને ઝડપી પૂછપરછ કરી હતી અને દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. જાેકે, દરોડા દરમિયાન પોલીસને મેનેજર ભૂપેન્દ્ર ઝાલા મળ્યા ન હતા.

આ ઉપરાંત કેટલાક એજન્ટો ફરાર હોવાની પણ માહિતી મળી છે. પોલીસે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. નોન-બેંકિંગ ફાયનાન્સની પરવાનગી વગર આ વેપલો શરૂ કરવામાં આવ્યો હતો. ઝ્રૈંડ્ઢ ક્રાઈમના ડ્ઢજીઁ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, મ્ઢ ફાયનાન્સના સંચાલકોએ મ્ઢ ફાયનાન્સની આડમાં ઊંચા વ્યાજની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા હતા. બેન્કિંગ ફાઇનાન્સની મંજૂરી લેવામાં આવી ન હતી. તેમણે વધુમાં કહ્યું કે અમને એક બેનામી અરજી મળી હતી, જેમાં ઓપરેટરોએ લોકોને વધુ વ્યાજ ચૂકવવાની લાલચ આપીને છ હજાર કરોડથી વધુની રકમ વસૂલ કરી હતી. સર્વિસના સંચાલકો વિવિધ વિડીયો બનાવી વધુ વ્યાજ આપવાનું વચન આપી પૈસા વસૂલતા હોવાનું બહાર આવ્યું હતું.

આ યોજનાનો વ્યાપ ગાંધીનગર અને વડોદરા સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી છે. તપાસના આધારે સીઆઈડી ક્રાઈમે જુદી જુદી ટીમો બનાવી મંગળવાર સવારથી આરોપીઓની મુખ્ય ઓફિસ અને સબ ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં ગાંધીનગર, વડોદરા, હિમંતનગર, બીજાપુર, મોડાસા, રણાસણ, માલપુર ખાતે આવેલી ઓફિસોમાં સર્ચ કરી દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. પોલીસને કેટલીક ઓફિસોમાંથી કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને બેંક ખાતાની વિગતો મળી હતી. દરેક કાર્યાલયમાં મુખ્ય વહીવટકર્તાનો સ્ટાફ હતો. પોલીસે આ કર્મચારીઓની પૂછપરછ કરીને રોકાણકારોની વિગતો અને ફાઈલો જપ્ત કરી હતી. સીઆઈડી ક્રાઈમના એડીજી રાજુકમાર પાંડિયને જણાવ્યું હતું કે પોન્ઝી સ્કીમ ચલાવવાની વિગતોના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં બે બેંક ખાતાઓની વિગતો મળી હતી, જેમાં રૂ. ૧૭૫ કરોડના વ્યવહારો બહાર આવ્યા હતા. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ આ રીતે ઓફિસો ખોલવામાં આવી છે અને રોકાણ મળ્યું છે.

Follow Me:

Related Posts