અમદાવાદ મેટ્રોમાં યુવકે મહિલાઓની સામે જ વિકૃતિની હદ વટાવી
અમદાવાદ ની મેટ્રો ટ્રેનમાં એક યુવકે વિકૃતિની હદ વટાવી દીધી હતી. મહિલા પેસેન્જર સાથેની ભરચક ભીડમાં આ યુવક બિન્ધાસ્ત હસ્તમૈથુન કરતો નજરે પડ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવતા લોકો શરમ અનુભવી રહ્યા છે. મેટ્રો રેલને બે જ વર્ષ થયા છે ત્યાં આ પ્રકારના બનાવે સલામતી સામે પ્રશ્ન ઉભો કરી દીધો છે. અમદાવાદ ની મેટ્રો ટ્રેનમાં એક યુવકે વિકૃતિની હદ વટાવી દીધી હતી. મહિલા પેસેન્જર સાથેની ભરચક ભીડમાં આ યુવક બિન્ધાસ્ત હસ્તમૈથુન કરતો નજરે પડ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવતા લોકો શરમ અનુભવી રહ્યા છે. મેટ્રો રેલને બે જ વર્ષ થયા છે ત્યાં આ પ્રકારના બનાવે સલામતી સામે પ્રશ્ન ઉભો કરી દીધો છે.
અમદાવાદ મેટ્રો દિલ્હીની મેટ્રો બની રહી છે. કાલુપુર મેટ્રો સ્ટેશનથી ઊપડેલી મેટ્રો ટ્રેન નંબર-્ઈમ્૦૦૦૮ના ન્૪ કોચમાં અનેક યુવતીઓ અને મહિલાઓ પણ બેઠેલી હતી. આ સમયે આ જ કોચમાં બેઠેલો યુવક જાહેરમાં અશ્લિલ ચેનચાળા કરવા લાગ્યો હતો. આ ચેનચાળાને આસપાસમાં બેઠેલા અન્ય યુવકોએ ધ્યાનથી જાેતા નજરે ચડ્યું હતું કે, કોઈ હોસ્પિટલનો કર્મચારી લાગતો આ યુવાન હસ્તમૈથુન કરતો હતો. આસપાસના યુવકોએ આ યુવકને અશ્લિલ હરકત કરતો રોકવા માટે બે ત્રણવાર ટકોર પણ કરી હતી. પરંતુ આ યુવાન એ ભૂલી ગયો કે, તે પ્રવાસીઓથી ભરચક મેટ્રોમાં આ શરમજનક હરકત કરી રહ્યો છે.
આખી આ ઘટનાને જાેઇને એક યુવાન એટલી આઘાત અને ક્ષોભયુક્ત સ્થિતિમાં મુકાઈ ગયો અને તેણે લોકોમાં આ બાબતની સજાગતા આવે તે માટે આ વિકૃત હિલચાલને કેમેરામાં કેદ કરી લીધી હતી. આ ટ્રેન કાલુપુરથી મેટ્રો સ્ટેશનથી સવારે ટ્રેન ઊપડી હતી. ગુરુકુળ રોડ પર ટ્રેન પહોંચી ત્યારે એ યુવકે હસ્તમૈથુન કરવાની શરૂઆત કરી હતી, તેને બેથી ત્રણ વખત ટકોર પણ કરી હતી તેમ છતાં તે આ હરકત કરવાથી બહાર આવ્યો નહોતો એટલે મેં એનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. બરાબર સવારના ૮.૧૮ વાગ્યે આ યુવાન દૂરદર્શન મેટ્રો સ્ટેશન પર ઊતરી ગયો અને મેટ્રો ટ્રેનનું છેલ્લું સ્ટેશન થલતેજ હતું.
‘થલતેજ સ્ટેશન પર હું ઊતર્યો અને સીધી જ મેં ત્યાં હાજર એસઆરપીને આ ઘટના વિશે જાણ કરી હતી. એસઆરપી જવાનને મોબાઈલમાં લીધેલો વીડિયો પણ બતાવ્યો અને બાદમાં જીઇઁ જવાને મારી પાસેથી એ વીડિયો મેળવ્યો પણ ખરો અને મને કહ્યું કે, આ બાબતે અમે કાર્યવાહી કરીશું. એસઆરપી જવાને મારો મોબાઈલ નંબર પણ લીધો હતો. મને મનમાં હતું કે આ વાત મેં હાજર ઓથોરિટી સુધી પહોંચાડી છે એટલે નક્કી કોઈ કાર્યવાહી તો થશે જ. હું નિયમિત રીતે મારી કોલેજ જવા માટે નીકળી ગયો. પરંતુ રસ્તામાં મને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને મેં એ ફોન ઉપાડ્યો એટલે ખ્યાલ આવ્યો કે જે એસઆરપી જવાને નંબર લીધો હતો
એ જ વ્યક્તિનો મને ફોન આવ્યો હતો.’ યુવકે એસઆરપીના જવાનને વાત કરી અને કહ્યું કે, સાહેબ, આ ઘટનામાં આગળ શું કર્યું? તો મને કહે કે, યુવાન કોઈ ગંદી હરકત નથી કરતો પરંતુ એ લખાણ લખી રહ્યો છે. હવે જે ઘટના સ્પષ્ટ હું જાેઈ શકું છું, મારી આસપાસના લોકો જાેઈ શકે છે, મારા કેમેરામાં ઘટના કેદ છે એ ઘટનામાં એસઆરપી જવાનને એમ લાગે છે કે વિકૃત યુવાન લખાણ લખી રહ્યો છે. આ અંગે ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું કે આવી ઘટનાઓ બને ત્યારે સારા અને નૈતિક લોકો તેની સામે અવાજ ઉઠાવતા નથી અથવા આવાં કૃત્યો સામે વિરોધ વ્યક્ત કરતા નથી. આવા લોકોને તાત્કાલિક રીતે ત્યાં જ રોકવા જાેઈએ. જાે તમારી અંદર નૈતિક હિંમત નથી, તો તમે બીજાઓને કઈ રીતે કંઈ કહેવા અથવા પ્રેરિત કરવા માંગશો? જાે તમે કંઈ નહીં કહો અને નહીં કરો,
તો આવા ગુંડા અને વિકૃત માનસિકતાવાળા લોકો અમારી વચ્ચે ફરતા રહેશે. દરેક જગ્યાએ સરકાર અને પોલીસ હાજર રહી શકતી નથી. જ્યારે આવી વિકૃતિવાળા લોકો ભીડમાં કૃત્ય કરે છે, ત્યારે તેઓને રોકવા માટે ત્યાં હાજર સારાં અને નૈતિક લોકો આગળ કેમ નથી આવતા? તે વ્યક્તિને ટ્રેનમાંથી બહાર કાઢવાની કોશિષ કેમ નહીં કરી? કોઇ કાર્યવાહી કેમ ન કરવામાં આવી? ત્યાં હાજર લોકો તે વ્યક્તિને રોકી શકતા હતા. શું એકમાત્ર વ્યક્તિને રોકવું શક્ય નહોતું? આવું કરવા માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર નથી. કોઈ ખોટું કામ કરે ત્યારે તેનો વીડિયો બનાવવામાં સમય વેડફવની જરૂર નથી, તે સમયે જ રોકી શકાય છે.જાણીતા કટાર લેખક અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું કે, હું વ્યક્તિગત રીતે માનું છું કે આવા વિકૃતિવાળા લોકો સામે પોલીસ કાર્યવાહી જરૂરી છે.
આવા લોકો સામે જાહેરમાં પગલાં લેવાં જાેઈએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવા લોકો માનસિક રીતે રોગગ્રસ્ત હોય છે. તેમને કોઇ ફરક પડતો નથી કે કોણે તેમને જાેયા છે અથવા તેમણે કરેલી ક્રિયાઓની અન્ય લોકો પર શું અસર થાય છે. કાજલ ઓઝા વૈદ્ય આગળ જણાવે છે કે, તેમની સારવાર કરાવવી પણ જરૂરી છે. આ ફક્ત મેટ્રોમાં બનેલી ઘટના નથી, પરંતુ રાત્રિના સમયે ટ્રેનોમાં આવી ઘટનાઓ બનતી રહે છે, જેનાથી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓ ઘણી વખત પીડાય છે. રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતી યુવતીઓ આ પ્રકારની ઘટનાનો ઘણા વખતથી સામનો કરે છે. જાે આવા વિકૃતિવાળા લોકોને ડર હોત, તો તેઓ જાહેરમાં આક્રમક વલણ ન દેખાડે. આનો અર્થ એ છે કે તેઓ માનસિક બીમાર છે. તેમના પર કાર્યવાહી પણ થવી જાેઈએ અને તેમની સારવાર પણ કરાવવી જરૂરી છે. આ અંગે સિનિયર સાયકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણીએ જણાવ્યું કે, હસ્તમૈથુન કરવું એ સામાજિક નિયમ પ્રમાણે અયોગ્ય છે પણ ઘણી વખત જે લોકો આવું વર્તન કરે છે.
આ મનોવૈજ્ઞાનિક રીતે એક્ઝિબિસનિઝમથી પીડાય છે. એનો અર્થ એમ કે આવી ક્રિયા જાહેરમાં કરવાથી આનંદ આવતા હોય છે. જાહેર જગ્યા પર આવી પ્રક્રિયા મંજૂર નથી હોતી છતાં કરતા હોય છે. ઘણી વખત આવા વર્તનથી મહિલાઓ ડરી જાય કે ચોંકી જાય છે અને આ જાેઈને એનો આનંદ વધતો હોય એ એક વાત છે. બીજું પાસુ એ છે કે અમુક લોકો બેફામપણે કંઈ પણ વર્તન કરી શકું છું, એવી માનસિકતા ધરાવે છે ત્યારે આવા રિસ્કી બિહેવિયર પૈકીનું એક વર્તન છે. સામાજિક નિયમ તોડે તો એક પ્રકારનો વિજેતાનો અનુભવ કરે છે અને લોકોનું ધ્યાન ખેંચે છે, એના જેવા મિત્રો સાથે અંદરોઅંદર શરતો લગાવે છે. કેટલાક લોકો સાયકો સેક્સ્યુઅલ ડિસઓર્ડરને લીધે પણ આવું કરે છે.ડો.ભીમાણીએ વધુમાં કહ્યું કે, મહિલાઓની સલામતીની દ્રષ્ટિએ જાેઈએ તો આ બહુ ખતરનાક છે. માની લઈએ કે હાલ તો હસ્તમૈથુન કર્યું છે. પરંતુ વધારે આવેગ આવે અને સ્ત્રી કે છોકરી એકલી હોય તો સેક્સ્યુઅલ હુમલો કરી શકે છે.
આવી ઘટના પર નિયંત્રણ હોવું જરૂરી છે. કેટલીક છોકરીઓ એવી હોય છે જે નાની હોય છે અને એ આવું જાેવે તો શોકમાં જતી રહે છે. જેને કારણે પોસ્ટ ડ્રામેટિક સ્ટ્રેસ આવી જાય છે. ઘણી વખત એમ થાય કે આ માણસે કેમ મારી સામે આવું કર્યું. એવા બાળકો પર બહુ ખરાબ અસર થઈ શકે છે. સૌથી મોટી વાત એ છે કે આવા લોકોની આસપાસના લોકો આવા વર્તનને કંટ્રોલ ન કરે તો કોઈ પણ સ્ત્રી સાથે તે કંઈ પણ કરી શકે. એક ઉદાહરણ આપું. ઘણી વખત પ્રજા સામે ઘટના બને તો પણ મોઢું ફેરવી નાખે છે. દિલ્હીમાં એક છોકરાએ છોકરીને ૧૪ કે ૧૬ ચપ્પુના ઘા માર્યા હતા અને લોકો બાજુમાંથી જતા હતા. લોકોએ આ વાત સમજવી જરૂરી છે. આવી વ્યક્તિને ઓથોરિટીના હવાલે કરી દેવી જાેઈએ અને પ્રજામાં સમજ આવે એ વધારે જરૂરી છે. બીજા બધા લોકોની પણ જવાબદારી બને છે. આવું વર્તન કરતા વ્યક્તિનું સાયકોલોજીકલ એસેસમેન્ટ કરવું જાેઈએ અને તેની સારવાર કરીને મેઈન સ્ટ્રીમ માં લાવી શકાય પરંતુ જાે કોઈ વ્યક્તિ અટેન્શન સીકિંગ માટે કરે તો દંડનીય કાર્યવાહી અવશ્ય થવી જાેઈએ.
Recent Comments