fbpx
રાષ્ટ્રીય

લોરેન્સ બિશ્નોઈ ગેંગે નેતા પપ્પુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી

પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને શુક્રવારે ફરી ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ છેલ્લા ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. વોટ્‌સએપ મેસેજ પર ધમકી આપવામાં આવી છે. ધમકીમાં લખ્યું છે કે ‘પપ્પુ યાદવ તમારી પાસે માત્ર ૨૪ કલાક છે’. વ્હોટ્‌સએપ પર પપ્પુ યાદવને વિસ્ફોટનો વીડિયો પણ મોકલવામાં આવ્યો છે. મેસેજમાં લખ્યું છે કે ‘છેલ્લા ૨૪ કલાકમાં તને મારી નાખવામાં આવશે’. અમારા સાથીઓની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. અમારા સાથીઓ તમારી ખૂબ નજીક પહોંચી ગયા છે. તમારા અંગરક્ષકો પણ તમને બચાવી શકશે નહીં. ‘એન્જાેય યોર લાસ્ટ ડે’ મેસેજમાં એમ પણ લખ્યું છે, ‘હેપ્પી બર્થ ડે લોરેન્સ ભાઈ’ તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકી મર્ડર કેસ બાદ પપ્પુ યાદવે સોશિયલ મીડિયા ઠ પર પોસ્ટ કરી હતી કે લોરેન્સ વિશ્નોઈ મામુલી ગુંડો છે. જાે મને પરવાનગી મળશે તો હું ૨૪ કલાકની અંદર તેનું નેટવર્ક નષ્ટ કરી દઈશ. ત્યારથી પપ્પુ યાદવને સતત ધમકીઓ મળી રહી છે.

આ દરમિયાન, આ ધમકીઓ વચ્ચે, સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને, પપ્પુ યાદવના નજીકના મિત્રએ તેને બુલેટપ્રૂફ લેન્ડ ક્રુઝર ભેટમાં આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે કોઈ રોકેટ લોન્ચર આ બુલેટ પ્રૂફ કાર સાથે અથડાશે તો પણ તેની કોઈ અસર નહીં થાય. પપ્પુ યાદવને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તમે બુલેટ પ્રુફ કાર લીધી છે. તેનાથી કંઈ થવાનું નથી. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે અમે ચંદીગઢમાં સિંગર બાદશાહની ક્લબની બહાર જે બ્લાસ્ટ કરાવ્યો છે… અમે તો તેને ફક્ત પડકાર ફેંક્યો છે, તારી સાથે તો પુરો કાંડ કરીશું. તને ૨૪મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જાે મરદ હોય તો બચીને બતાવ. ભલે તું બુલેટ પ્રુફ ટેસ્લા લઈલો, તો પણ તું બચી શકીશ નહં. તે જ સમયે, આ પહેલા પણ પપ્પુ યાદવને પાકિસ્તાન તરફથી કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે કહ્યું હતું કે ગોલ્ડીભાઈએ મને ફોન કરવાનું કહ્યું હતું. આવતા મહિને તેનો (પપ્પુ યાદવ) જન્મદિવસ છે. ૨૪મી ડિસેમ્બરે ઉપર પહોંચાડી દેશું. ઉપર જઈને તમારો જન્મદિવસ ઉજવો.સમજાવી દેજે. તે પહેલા અમે તેને ઉપર મોકલી દઈશું. આ ધમકી બાદ પપ્પુ યાદવે પોલીસમાં ફરિયાદ કરી હતી.

Follow Me:

Related Posts