fbpx
અમરેલી

શીત ઋતુમાં ગરમ કપડાનું વિના મૂલ્ય વિતરણ

સાવરકુંડલા શ્રી ઓમકાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મૂળરાજ ધર્મશી નેણશી પ્રાથમિક વિદ્યાલયમાં આજે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ગરમ કપડાનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, પુસ્તકો, સ્કૂલ ડ્રેસ, બુટ, મોજા અને અન્ય સ્ટેશનરી સામગ્રી પણ વિનામૂલ્યે આપવામાં આવી છે. આ પહેલનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સદભાવના કેળવવાનો છે. ગરીબ અને પછાત વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે સંસ્થાના સંચાલક શ્રી પ્રો કે કે જાની સાહેબ તેમજ શાળા પરિવાર સતત પ્રયત્નશીલ કહે છે આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવી સેવાકીય પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ માં સકારાત્મક ફેરફારો જોવા મળી રહ્યો છે. શાળા પરિવારના તમામ શિક્ષકો અને સંચાલકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.

Follow Me:

Related Posts