અમરેલી

જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઘરણા રાજુલા જાફરાબાદ માં ઘરણા ખેડૂતો ને અતિવૃષ્ટિ થી નુકશાન ની સહાય તેમજ ખાંભા વિસ્તારનાં ગામડાઓમાં ઇકો ઝોન રદ કરવાની માંગ

અમરેલી. જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનોની ઉપસ્થિતિમાં ખેતી અને ખેડુતોને અતિવૃષ્ટિનાં કારણે થયેલ બરબાદીમાં તાકીદે સહાય આપવા તેમજ ખાંભા વિસ્તારનાં ગામડાઓમાં ઇકો ઝોન રદ કરવાની દર્દભરીઅપીલ સાથે આવેદનપત્ર અપાયુજિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી તથા જિલ્લાનાં પુર્વ સાંસદશ્રીની ખાસ ઉપસ્થિતિમાં આજરોજ રાજુલા તાલુકા/શહેર, જાફરાબાદ તથા ખાંભા તાલુકામાં ગત ચોમાસામાં ખેડુતોને અતિવૃષ્ટિનાં કારણે જે ભયંકર નુકશાનીનો સામનો કરવો પડયો છે તેમજ ખેતી વિષયક પ્રાણ પ્રશ્નો અને તાજેતરનાં ઇકોઝોનનાં જટીલ પ્રશ્નોનાં ઉકેલ માટે સરકારશ્રી સામે એક દિવસનાં ધરણાનો કાર્યક્રમ રાજુલા ખાતે યોજાયેલ. આ ધરણાનાં કાર્યક્રમમાં રાજુલા વિસ્તારનાં ખેડુતોના પ્રાણ પ્રશ્નો છેલ્લા ૩૦ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીની સરકારે ટલ્લે ચડાવી અને ઉદ્યોગપતિઓને માલા-માલ કરવાની રશમ સામે આક્રોશ ભરી રજુઆત સરકારશ્રીમાં કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ વિસ્તારનાં ગત ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોના પાકનો સંપુર્ણ નાશ થયેલ હોય સરકારશ્રી દ્વારા લેખિત/મૌખિક ખાત્રી આપેલ હોવા છતા આજદિન સુધી નિંભર તંત્રે કોઇ રાહત ભર્યો નિર્ણય ન કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર વિસ્તારના પ્રાણ પ્રશ્નો અંગે પ્રજાલક્ષી જાગૃતિ લાવવા અને બહેરી અંધ સરકારને જગાડવાનો પ્રયાસ કરેલ. આ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રતાપભાઇ દુધાતે આ વિસ્તારના ખેડુતો અને કાર્યકર્તાઓને મોટી હયા ધારણ આપી કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડુતો ગરીબો અને મધ્યમવર્ગના અવાજને હંમેશા પ્રાધાન્ય આપે છે

ત્યારે ખેડુતોએ આ સરકારના કરતુતોને અને ખેડુત વિરોધી નીતિઓને જાણી સમય આવે આવા લોકોને હવે પાઠ ભણાવી સત્તા વિમુખ કરવા પડશે ત્યારે જ ખેડુતોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય તેમ છે તેમ કહી ઉદ્યોગપતિઓને છાવરતી આ સરકારને ચેતવણી આપી ખેડુતોને તેમના હક્ક આપવા તાકીદ કરી હતી. આ પ્રસંગે પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુમરે ખેડુત વિરોધ નીતિઓની વિસ્તૃત છણાવટ કરી ખાતર, બિયારણ અતિવૃષ્ટિ,પાકનું ધોવાણ ખેડુતોને ખેતી વિષયક કાર્ડ માટે પડતી હાલાકીનો ઉલ્લેખ કરી ખેડુત પ્રત્યે સરકારની નિરસતા ને ઉજાગર કરી સરકારને આ અંગે સત્વરે કાર્યવાહી કરી રાહત આપવા માંગ કરી હતી. ખનીજ માફીયાઓ, ભુમાફીયાઓ, તેમજ સરકાર અને પોલીસની રેહમ દ્રષ્ટિથી ઓનલાઇન ફ્રોડ કરતા તત્વો તથા ભ્રષ્ટ્રાચારીઓ અને નાના-મધ્યમ વેપારીઓ ચોર લુટારા સમજીને ત્રાસ આપનારી આ સરકારને કાઢવાનો સમય આવી ગયો છે

ત્યારે સંગઠીત બની આવા ભ્રષ્ટ સાશકોને પાઠ ભણાવવાની જરૂર છે તેમ કહી આક્રોશ વ્યકત કર્યો હતો. જિલ્લાના મહત્વના એવા આ તાલુકાઓમાં ભુમાફીયાઓ બેફામ બની ખેડુતો અને મધ્યમ વર્ગને લુટી રહ્યા છે ત્યારે તેમની સામે અવાજ ઉઠાવી કોંગ્રેસપક્ષે હંમેશા ખેડુતોને સાથ આપીયો છે તેમ કહેલ. આ સંદર્ભે જિલ્લા કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, આ વિસ્તારના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પુર્વ ચેરમેનશ્રી ટીકુભાઇ વરૂ, શ્રી જે.ડી.કાછડ વિરોધપક્ષના નેતાશ્રી જિ.પ. તથા કોંગ્રેસ અગ્રણી શ્રી નરેશભાઇ અધ્યારૂ તથા દિપકભાઈ ત્રિવેદી, રાજુભાઇ ઠાકોર, પ્રહલાદભાઇ સોલંકી, નીરૂભાઇ રાઠોડ, અબ્દુલભાઇ સેલોત્ રમેશભાઇ સરપંચ એ કાર્યક્રમમાં હાજરી આપી અને સફળતા પુર્વક કાર્યક્રમનો સંચાલન કરેલ. આગામી જાફરાબાદ અને રાજુલા નગરપાલિકાના ચુંટણી સંદર્ભે શહેરી વિસ્તારોના પ્રશ્નો પ્ર વિસ્તારોના પ્રશ્નો પ્રત્યે વિસ્તૃત જાણકારી  લઈ શહેરનાં પ્રાણ પ્રશ્નો પ્રત્યે પણ આવેદનપત્ર પાઠવેલ. આ સંદર્ભે રાજુલા નગરપાલિકાનાં પુર્વ પ્રમુખશ્રી છત્રસિંહજી ધાખડા તથા તેમના કાર્યક્રરો કોંગ્રેસપક્ષના વિચારોમાં પુન: સામેલ થઈ શહેરીજનોના પ્રાણ પ્રશ્નો પ્રત્યે આક્રોશ વ્યકત કરી કોંગ્રેસપક્ષનો ખેસ ધારણ કરી પક્ષ પ્રવેશ માન.પ્રમુખશ્રી પ્રતાપભાઇ અને વિરજીભાઇ હસ્તે ધારણ કરી પક્ષને મજબુત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસનું પુન: સાશન આવે તેવો જાહેર કોલ આપીયો હતો.રાજુલા વિધાનસભા વિસ્તારનાં ખાંભા તાલુકાનાં ગામડાઓમાં આગામી દિવસોમાં ઇકો ઝોન લગાડવા બાબતે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે આ વિસ્તારનાં ખેડુતોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થઈ શકે તેમ છે

અને ખેડુત હાલ કઠીન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આવા કાયદા લગાડી અને ખેડુતોને હેરાન કરી રહ્યા છે તો આ વિસ્તારમાં ઇકો ઝોન રદ થાય તેવી અમારી ખેડુતો વતી માંગણી છે તેમ જિલ્લાનાં અગ્રણીઓ અને આગેવાનોએ જણાવી, આ અંગે ઉકેલ ન થતા આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની કોંગ્રેસપક્ષને ફરજ પડશે તેવી ચીમકી ઉચારેલ હતી.આમ, ઉપરોકત બાબતે તેમજ ખેડુતોને સમગ્ર રાજ્યમાં અન્હાય ભરી રીત-રસમો અપનાવી માત્ર વોટ બેંકને જાહેરાતનાં માધ્યમથી રાજી રાખી ૩૦ વર્ષથી કામ કરતી આ સરકારને ખેડુતોને પોતાના પ્રશ્નો પતો પડતી મુશ્કેલીમાંથી ઉગારવા માટે કોઇ નક્કર કામગીરી આજસુધી થઈ નથી. ખેડુતોને ખેતી આધારીત પોર્ટલ પ્રોસેસ વધીમાં કાયમ મુશ્કેલી પડી રહી છે તેમાંથી તેમજ ખેતી આધારીત આ જિલ્લાને તેમજ રાજયને બચાવી ખરા અર્થમાં ખેડુતોના

હિતમાં કામ કરી રહી છે તેવું પ્રતિપાદિત કરે તેમજ આ જિલ્લાને કાયમ અન્યાય કરી મતનુ રાજકારણ બંધ કરી ખરા અર્થમાં ખેડુતોને ન્યાય આપે તેવી અમારી માંગણી છે. ઉપરોકત માંગણી સંબંધે યોગ્ય નિરાકરણ નહી આવે તો ના છુટકે ખેડુતોને આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો. આ પ્રસંગે તાલુકાનાં આગેવાનો શ્રી છત્રસિંહજી ધાખડા ડા પુર્વ પ્રમુખશ્રી નગરપાલિકા.શ્રી ભગવાનભાઇ ભીખાભાઇ વાઘ શ્રી ગાંગાભાઇ હડીયા તા.કો. પ્રમુખ શ્રી રવિભાઇ ધાખડા શહેર પ્રમુખ, શ્રી અકિલભાઇ શેખડા, શ્રી રસુલભાઇ દલ, શ્રી બાલાભાઈ વાણીયા, શ્રી અરવિંદભાઇ વાળા, હિતેષભાઇ સોલંકી, ઇમરાનભાઇ દલ, દલપતભાઈ ધાખડા, રફીકભાઈ મેમન, ઇમરાનભાઇ, મારૂ સાહેબ, નાથાભાઇ પરમાર, દિલીપભાઇ સોજીત્રા મુસાકભાઇ ગાહા, દાદાભાઇ બારોટ, અનકભાઇ સરપંચ, ઘનશ્યામભાઇ

ભાલાણા, પ્રતાપભાઇ ગઢવી, ઉમેશભાઇ કલસરીયા, ઉકાભાઇ સોલંકી, રવજીભાઇ પરમાર, ડાયાભાઇ ચોહાણ, સીપરભાઇ ખોડાભાઇ સાખડ, યુવરાજભાઇ વરુ યુથ કોંગ્રેસ, રાહુલભાઇ ધાખડા, ઘનશ્યામભાઇ શેખડા, મહમદભાઇ ગૌરી, ગીરધરભાઇ ઉનાગર, ભરતભાઇ વાણીયા, રમેશભાઇ કલસરીયા, હસુભાઈ પીપળીયા, ગજુભાઇ ડાભીયા,મોહનભાઇ બારૈયા, મહેન્દ્રભાઈ વરૂ સહિત કોંગ્રેસ અગ્રણી અને ખેડતો ઉપસ્થિત રહ્યા હતાં. તેમ જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી માં જણાવ્યું હતું 

Related Posts