સુરત ક્રાઇમ બ્રાન્ચે એક રત્ન કલાકાર આરોપી વિજય જીવરાજ સોરઠીયાની ધરપકડ કરી છે. વરાછા પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુન્હો નોંધાયો સુરત ક્રાઇમ બ્રાન્ચે રત્ન કલાકારની ધરપકડ કરીને ૨૫ હજારની કિંમતની ચોરીની મોટર સાયકલ જપ્ત કરી છે. આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. તહેવાર બાદ હીરામાં મંદી આવતા કામકાજની શોધમાં હતો. મોટર સાયકલની જરૂરિયાત ઊભી થતાં વાહનની ચોરી કરી હતી. સુરત ના વરાછા માતાવાડી સરકારી સુમન સ્કૂલ સામેથી ચોરી કરી હતી. વરાછા પોલીસે ચોપડે નોંધાયેલા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે
જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઊથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને છે, ત્યારે તેની સીધી અસર હીરા ઉદ્યોગો ઉપર જાેવા મળે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે. ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર સંકટના વાદળ છવાય છે. પણ આ વખતે જે મંદી આવી છે તે ખુબજ ભયંકર છે. ગુજરાતમાં ૫ મહિનામાં રફ હીરાની આયાતમાં ૪૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદી છેલ્લાં બે વર્ષથી જાેવા મળી રહી છે. નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આશા લઈને બેઠા છે કે હવે મંદી દૂર થશે. પરંતુ લાંબો સમય પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી નેચરલ ડાયમંડની અંદર તેજી આવી નથી. સુરત ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. જેને કારણે હીરા ઉદ્યોગકારોની કેપિટલ ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે. નાણાકીય ધોવાણનો સમય ચાલી રહ્યો છે. નેચરલ ડાયમંડમાં વૈશ્વિક સ્તર ઉપર પણ અનેક સંકટો આવ્યાં હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી છે.


















Recent Comments