fbpx
ગુજરાત

સુરતમાં શારદાગામના યુવકનું પતંગની દોરી વડે ગળું કપાતાં મોત થયું

ત્તરાયણ પર્વને આડે દોઢ માસ જેટલો સમય બાકી છે ત્યારે પતંગની દોરી વડે એક યુવકનું ગળું કપાતા મોત થયું હતું. આ ઘટના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર બની હતી, ઉત્તરાયણ પર્વને આડે દોઢ માસ જેટલો સમય બાકી છે ત્યારે પતંગની દોરી વડે એક યુવકનું ગળું કપાતા મોત થયું હતું. આ ઘટના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર બની હતી, જ્યાં પતિ-પત્ની બાઇક પર ઘરે જઇ રહ્યા હતા, ત્યારે પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ પહેલા પણ આવી જ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામમાં રહેતા શૈલેષભાઈ ચીડિયાભાઈ વસાવા પત્ની સાથે બાઇક પર સયાનથી ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કીમ ચોકડી તરફ જતા હતા. ત્યારે અચાનક પતંગની દોરી શૈલેષભાઈના ગળામાં ભરાતા તેમના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેને પહેલા કીમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતથી પરિવારમાં અરેરાટી સર્જાઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે કિમ ઓવરબ્રિજ પરથી એક કપલ બાઇક પર પસાર થઈ રહ્યું હતું. તે સમયે પતંગની દોરી વળે ગળું કપાઈ ગયું હતું. તેમની હાલત ગંભીર હતી. આથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમારી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. તેના ગળામાં એટલી ખરાબ ઈજા થઈ હતી કે તેને ઢાંકી દેવી પડી હતી.

Follow Me:

Related Posts