fbpx
ભાવનગર

પાલિતાણા: પ્રાથમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય ગયું

જીસીઈઆરટી ગાંધીનગર અને ડાયટ ભાવનગર પ્રેરિત બીઆરસી ભવન-પાલિતાણાઆયોજિત ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024 તેમજ ‘ગરવી ગુજરાત’ થીમ આધારિત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ 2024 નું આયોજન શ્રી જામવાળી-1 કેન્દ્રવર્તી શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું.”ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી”ની મુખ્ય થીમ પર યોજાયેલા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સ્વાસ્થય, પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાણિતિક મોડલ્સ જેવી અનેકવિધ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી.જેમાં સમગ્ર પાલિતાણા તાલુકામાંથી 11 ક્લસ્ટર માંથી તેમજ તમામ વિભાગ માંથી શ્રેષ્ઠ કૃતિઓએ પોતાના ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કર્યું. સમગ્ર માનવ સમાજની જીવનશૈલીને સરળ બનાવવા અને પર્યાવરણના જાળવણીના ભાગરૂપે તેમજ આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી માટે તેમજ ગાણિતિક વિષયોને સરળ બનાવવા માટે યોજાતા આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સમગ્ર તાલુકામાંથી 57 કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમાં બાળકોએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવીને ને નવીનતમ વિચારોને એક મોડલમાં બનાવીને નિદર્શન કર્યું.તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા, પાલિતાણા તાલુકા પંચાયત  પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા,  ડાયટ ભાવનગર પ્રાચાર્ય શ્રી  હિરેનભાઈ ભટ્ટ,  શિક્ષણ સમિતિશ્રી કૉપ સભ્ય શ્રી ધનજીભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડી.ડી.રામાનુજ, બી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ ડી. પરમાર, ગામના સરપંચશ્રી, હર્ષભાઈ શાહ ગિરિરાજ ગુંજન પરિવાર,  તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હાર્દિકભાઈ ગોહેલ, શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ મકવાણા, તાલુકા HTAT સંઘના પ્રમુખશ્રી યુનુસખાન બલોચ તમામ કે.વ. શાળાના આચાર્યશ્રીઓ અને સી.આર.સી.કૉ-શ્રીઓ જેવા મહાનુભવો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા.સમગ્ર કાર્યક્રમની તમામ બાળવૈજ્ઞાનિક, બાળકલાકારોને પ્રમાણપત્ર  અર્પણ કરવામાં આવ્યા હતા. દરેક વિભાગમાંથી બાળવૈજ્ઞાનિકોની શ્રેષ્ઠ કૃતિ આગામી 12 થી 14 ડિસેમ્બર 2024 ના રોજ ગ્રામ દક્ષિણામુર્તિ લોકશાળા, મણાર ખાતે જિલ્લા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં સમગ્ર પાલિતાણા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પાલિતાણા તાલુકા શિક્ષણ પરિવાર, શ્રી જામવાળી-1 કેન્દ્રવર્તી શાળાના બાળકો, શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રી, એસ.એમ.સી.ના સભ્યો,  તેમજ ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળેલ. જે બદલ યજમાન શાળાને શિલ્ડ એનાયત કરવામાં આવેલ

Follow Me:

Related Posts