અમરેલી

SNID અંતર્ગત અમરેલી જિલ્લામાં આગામી તા.૦૮ થી તા.૧૦ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પોલીયો રસીકરણનું આયોજન

રાઉ‍ન્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સઘન પોલીયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં આગામી તા. ૦૮ થી તા.૧૦ ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૩૨,૬૦૬ બાળકોને ૭૯૭ બુથ ઉપરથી પોલીયો રસીના બે ટીપા પીવડાવી પોલીયોના રોગથી રક્ષિત કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની મિટીંગમાં, પોલીયો રાઉ‍ન્ડ વિશે આયોજન અને અમલીકરણ વિશે દિશાદર્શન આપ્યું હતું.
પોલીયો રસીકરણમાં ૯૦ મોબાઈલ ટીમ અને ૨૭ ટ્રા‍ન્સીટ ટીમ દ્વારા બાળકોને રસી આપવામાં આવશે. જિલ્લાનું કોઇપણ બાળક પોલીયોની રસી પીવામાં બાકી ના રહી જાય એ માટે સઘન કામગીરી જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. આ કામગીરી માટે ૩,૫૨૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી કર્મચારીઓ કાર્યરત થઇ ૧૦૦% બાળકોને રસીકરણથી રક્ષિત કરવામાં આવશે.જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના બધા મેડિકલ ઓફિસર્સને WHO ના સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા SNID અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી, તેમ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ જોષી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts