હવે બેંકના નિયમો બદલાઈ જશે, કેન્દ્રસરકારે લોકસભામાં બેન્કોનું ખાસ સુધારા બિલ પાસ કર્યું
બેંક ખાતામાં ફેરફારના નવા કાયદામાં ખાતાધારકો એક બેંક એકાઉન્ટ માટે ૪ નોમિની રાખી શકશે ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભામાં બેકિંગ કાયદા સાથે સંબંધિત બિલ પસાર થઈ ગયું છે. બેકિંગ સુધારા બિલ ૨૦૨૪ પ્રસ્તાવિત છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એકટ ૧૯૩૪, બેન્કિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એકટ ૧૯૫૫ અને અન્ય કાયદાઓમાં સુધારો કરશે. આ બિલને સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં સરકારે લોકસભામાં પસાર કર્યું છે. બેંક ખાતામાં ફેરફાર નવા કાયદા લાગુ થયા પછી ખાતાધારકો એક બેંક એકાઉન્ટ માટે ૪ નોમિની રાખી શકશે. આ ફેરફાર દાવા વગરની રકમ (અનક્લેમ્ડ એમાઉન્ટ)ને યોગ્ય વારસદાર સુધી પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. માર્ચ ૨૦૨૪ સુધી બેંકોમાં લગભગ ૭૮૦૦૦ કરોડ રૂપિયા એવા છે,
જેના પર કોઈ ઠાવો કરી રહ્યું નથી. ડિવિડન્ડ અને અનકલેમ્ડ રકમ સરકાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ અને બેન્કિંગ કંપનીઓના સંપાદન કાયદા (્ટ્ઠાર્ીદૃીિ ર્ક મ્ટ્ઠહૌહખ્ત ર્ઝ્રદ્બॅટ્ઠહૈીજ છષ્ઠં)માં સુધારો કરી રહી છે. જેનાથી ૭ વર્ષ સુધી દાવો ન કરવામાં આવેલા ડિવિડન્ડ, શેર, વ્યાજ અને મેચ્યોર બોન્ડની રકમને ૈંઈઁહ્લ (ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ)માં ટ્રાન્સફર કરી શકાશે. તેનાથી રોકાણકારો ૈંઈઁહ્લ દ્વારા તેમની રકમનો દાવો કરી શકશે. સહકારી બેંકોમાં ફેરફાર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર્સ હવે સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં પણ કામ કરી શકશે.
કો ઓપરેટિવ બેંકોના ડાયરેક્ટર્સનો કાર્યકાળ ૮ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવશે. જાેકે, આ નિયમ ચેરમેન અને ઓલ-ટાઈમ ડાયરેક્ટર્સ પર લાગુ પડશે નહીં. સહકારી બેંકોની સ્થાપના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રોમાં ધિરાણ સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે છે અને હવે તે ઇમ્ૈં હેઠળ આવે છે. સરકારી બેંકોના અધિકાર સરકારી બેંકોને ઓડિટર્સની ફી નક્કી કરવાનો અને ટોપ લેવલ ટેલેન્ટને આકર્ષિત કરવાનો અધિકાર મળશે. તેનાથી બેંકની ઓડિટ ગુણવત્તા (ક્વોલિટી)માં સુધારો થશે. રિપોટિંગની પ્રક્રિયામાં ફેરફાર નવા કાયદા હેઠળ, બેંકોને રિક્ષાને રિપોર્ટ આપવાની રસમયમર્યાદા બદલવાની મંજૂરી આપવામાં આવશે. હવે આ રિપોર્ટ ૧૫ દિવસે, મહિને અથવા ક્વાર્ટરના અંતે આપી શકાશે. જ્યારે પહેલા દર શુક્રવારે આપવો પડતો હતો. આ પ્રસ્તાવિત સુધારાઓ માત્ર બેંકોની કામગીરીમાં સુધારો નહી કરે, પરંતુ રોકાણકારો અને ખાતાધારકોના હિતોને પણ સુરક્ષિત કરી.
Recent Comments