શાખપુર કુમાર શાળા વાલી સંમેલન યોજાયું શિક્ષણ જાગૃતિ માર્ગદર્શન અપાયું
દામનગર ના શાખપુર કુમાર શાળા ખાતે આજરોજ તારીખ ૦૬/૧૨/૨૪ ના રોજ વાલી સંમેલન યોજાયું જેમાં શાખપુર કુમાર શાળાના આચાર્ય જીગ્નેશભાઈ ડેર તેમજ શાખપુર કુમાર શાળા નો સમગ્ર સ્ટાફ શાખપુર સરપંચ જસુભાઈ ખુમાણ અને વાલીગણ સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો જેમાં સરકારશ્રીની વિદ્યાર્થીઓને મળતી સહાય અને રેશનકાર્ડ કેવાયસી માટેની જાગૃતિ અને અપાર કાર્ડ અંગે માર્ગદર્શન અપાયો જીગ્નેશભાઈ ડેર ચેતનભાઇ પટેલ વિજયભાઈ નીતાબેન તેમજ દીપકભાઈ અને શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા શિક્ષણ જાગૃતિ અંગે પ્રસંગે પ્રવચન કરવામાં આવ્યા હતા બોહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળા સ્ટાફ વતી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી
Recent Comments