બનાસકાંઠામાં વાવમાં કેનાલ તૂટવાની સમસ્યા યથાવત્ જાેવા મળી
બનાસકાંઠા જીલ્લામાં વાવમાં કેનાલનો થોડોક ભાગ તૂટતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. બનાસકાંઠામાં વાવમાં કેનાલ તૂટવાની સમસ્યા યથાવત્ જાેવા મળી છે. કેનાલ તૂટતા ખેતરોમાં પાણી ભરાયા છે. તેમજ ઊભેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ત્રાહિમાન પોકારી ઉઠ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં વાવમાં કેનાલનો થોડોક ભાગ તૂટતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. કેનાલનું ગાબડું પડતા ખેતરમાં ઉભેલો પાક પાણીમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
તંત્રને અનેક રજૂઆત છતાં કેનાલમાં ગાબડાં પડવાની સમસ્યા યથાવત્ જાેવા મળી રહી છે. માહિતી પ્રમાણે દૈયપ માઇનોર કેનાલ તૂટી હતી જે અગાઉ રીપેર જ નહોતી કરાઈ. ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ સમાન છે કે નુકસાનકારક તે રોચક પ્રશ્ન હાલ ઊભો થયો છે. અગાઉ બનાસકાંઠા જીલ્લામાં વાવ તાલુકામાં આવેલા ખિમાસા વાસમાં માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા કેનાલનો ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. કેનાલની ફરતે પ્રોટેક્શન દીવાલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કામગીરીમાં કરોડોનું બિલ વસૂલાયું હતુ અને કામ માત્ર ૩૦ ટકા જ કર્યુ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. ઉપરાંત, કામગીરીમાં પણ ગુણવતા ન જળવાયાનો આક્ષેપ કરાયો છે. ખેડૂતોએ આ મામલે હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી હતી.
Recent Comments