ગુજરાત

અમરેલીમાં જમાઈ એ સાસુની હત્યા કરીને અંતિમવિધીમાં જાેડાયો

અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં ૨૮મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ૧૪ ટીમ બનાવી હતી. ૨૦૦ જેટલા પોલીસ જવાનો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એક સપ્તાહથી મથી રહ્યા હતા. અમરેલી જિલ્લામાં એક વૃદ્ધાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી. ચોંકવનારી વાત તો એ છે કે હત્યારા જમાઈએ ઠંડા કલેજે સાસુની હત્યા કરી હતી, અને જાણે કંઈ જ બન્યું ના હોય તેમ વર્તન કરતો હતો, સાથે જ તે સાસુની અંતિમવિધિમાં પણ જાેડાયો હતો.

અમરેલી જિલ્લાના ચીતલના જશવંત ગઢમા નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન ૨૮મી નવેમ્બરે ઘરે એકલા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખસે તેમને અત્યંત ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યા હતા. આ ઘટના એ સમગ્ર અમરેલી જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો અને હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવ્યું હતું. આખરે એક અઠવાડિયા સુધીની પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી, પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જાેષીને ઝડપી લીધો છે. આરોપી નયન જાેષી જાંબુડા ગામનો રહેવાસી અને મૃતક વૃદ્ધાનો જમાઈ છે. અમરેલી માં આખરે ભારે મથામણ બાદ હત્યારો ઝડપાયો, પરંતુ આરોપીનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ, કારણે કે વૃદ્ધાનો હત્યારો બીજાે કોઈ નહીં પણ તેમનો જમાઈ જ હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, ‘મારા ૧૧ વર્ષના લગ્ન જીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પીયર ચાલી જતી હતી. મારૂ લગ્ન જીવન ડીસ્ટર્બ થતું હતું, તેની પાછળ સાસુ જવાબદાર હતા’.

Related Posts