પંચમહાલના હાલોલમાં જિલ્લા ભાજપ એસ.સી. સેલના મંત્રીએ લગ્નના વરઘોડામાં રાઈફલમાંથી ફાયરિંગ કરી, સ્ટેટસ્ વધારવા રોલા પાડ્યા, કાયદાની ભાન ભૂલ્યા મંત્રી પંચમહાલ જિલ્લાના કાલોલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વધુ એક ઘટના સામે આવતાં કાલોલ પોલીસે તપાસના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. બોરું રોડ ઉપર લગ્નના વરઘોડા દરમિયાન જિલ્લા ભાજપ એસ.સી. સેલના મંત્રી રાઇફલમાંથી ફાયરિંગ કરી નાચતાં કૂદતાં હોવાના વીડિયોને આધારે પોલીસે તેની સામે ગુનો નોંધવાની પ્રકિયા હાથ ધરી છે.
રાજ્યમાં વરઘોડામાં નાચવું અને ફાયરિંગ કરવું એક સ્ટેટસ બની રહ્યું છે. ત્યારે ગઈકાલે પોલીસે એક ઉદ્યોગપતિના ભત્રીજાના વરઘોડા દરમિયાન એક મહેમાને રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. આજે કાલોલ પોલીસને વધુ એક વીડિયો મળતાં પોલીસ હરકતમાં આવી છે. પંચમહાલ ના હાલોલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગના વીડિયોમાં જિલ્લા ભાજપ એસ.સી. સેલના મંત્રી અશોક મેકવાન રાઇફલ સાથે વરઘોડામાં નાચતાં કૂદતાં હોવાનું જાેવા મળી રહ્યું છે. પોલીસે તપાસ કરતાં આ એર રાઇફલ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે ભાજપના મંત્રી અશોક મેકવાનને રાઉન્ડઅપ કરી તેની પાસેથી રાઇફલ કબજે કરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
Recent Comments