સાવરકુંડલાના શ્યામ શેલડીયા અને કલરવ બગડાએ રાજ્યકક્ષાનો યુવા ઉત્સવ માં લોક વાદ્ય સંગીત અને હાર્મોનિયમ વાદન માં રાજ્ય કક્ષાએ ઝળકીને સાવરકુંડલા નું નામ રોશન કર્યું.
હેમુ ગઢવી હોલ રાજકોટ મુકામે રાજ્યકક્ષાનો યુવા ઉત્સવ યોજાઈ ગયો. જેમાં સાવરકુંડલાના ચમકતા તારલાઓએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી. આ યુવા ઉત્સવ માં સમગ્ર રાજ્યમાં લોક વાદ્ય સંગીત સ્પર્ધામાં શેલડીયા શ્યામ અરવિંદભાઈ ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર તેમજ કલરવ મહેન્દ્રભાઈ બગડાએ હાર્મોનિયમ વાદન માં સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સાવરકુંડલા શહેર તેમજ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સંગીત એટલે ભારતીય સંસ્કૃતિ. સંસ્કૃતિના રક્ષક, સંગીત ના ભેખધારી સંગીત ને સમગ્ર જીવન અર્પણ કરનાર કલાગુરુ અરવિંદભાઈ શેલડીયા, મહેન્દ્રભાઈ બગડા, કાજલ ચુડાસમા તેમજ માધવ સંગીત પરિવાર હર્ષની લાગણી સાથે આ બંને તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. સાવરકુંડલા ખાતે આવેલ માધવ સંગીત પરિવાર માંથી દર વર્ષે એક સંગીત શિષ્ય રાજ્યકક્ષાની સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે એ નોંધનીય બાબત ગણાય. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
Recent Comments