fbpx
બોલિવૂડ

ફ્લોપ કરિયર પછી પણ ફિલ્મો મળી, પછી વર્ષો સુધી ગાયબ, હવે ઘણા વર્ષોનો બ્રેક લઈને પુનરાગમન કર્યું

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો હતા જેમની ફિલ્મો હિટ રહી હતી, પરંતુ તેમનું કરિયર લાંબું ચાલ્યું ન હતું. તેમાંથી ઘણા કલાકારોએ ઘણા વર્ષોનો બ્રેક લઈને પુનરાગમન કર્યું અને તે કલાકારોની યાદીમાં ડીનો મોરિયાનું નામ પણ સામેલ છે. ડીનો મોરિયાની કારકિર્દી વર્ષ ૨૦૦૦માં શરૂ થઈ હતી અને તેની ફિલ્મો ભલે હિટ હોય કે ન હોય, પરંતુ ફિલ્મોના ગીતો સુપરહિટ રહ્યા હતા. ઘણા વર્ષોની ફ્લોપ ફિલ્મો પછી, અભિનેતાએ લાંબો બ્રેક લીધો. ૨૦૨૪માં સમાચાર આવ્યા કે ડીનો મોરિયાને સાજિદ નડિયાદવાલાની મોટી ફિલ્મ મળી છે. તે ફિલ્મનું નામ છે ‘હાઉસફુલ ૫’ જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન સહિત ઘણા સ્ટાર્સ જાેવા મળશે.

આ ફિલ્મ ૬ જૂન ૨૦૨૫ના રોજ રિલીઝ થશે. ૯ ડિસેમ્બર ૧૯૭૫ના રોજ બેંગલુરુમાં જન્મેલા ડીનો મોરિયાના પિતા ઈટાલિયન અને માતા ભારતીય છે. ડીનો મોરિયા ૧૧ વર્ષથી ઇટાલીમાં રહે છે અને તેણે ત્યાં જ તેનું સ્કૂલિંગ પણ કર્યું છે. ડીનોએ કોલેજનો અભ્યાસ બેંગ્લોરની સેન્ટ જાેસેફ કોલેજમાંથી કર્યો હતો. ડીનોએ તેના કોલેજના દિવસોમાં મોડલિંગ શરૂ કર્યું હતું અને ઘણી કંપનીઓ માટે મોડેલિંગ કરતો હતો. ૧૯૯૯ માં, ડીનો ગ્લેડ્રેગ્સ સુપરમોડેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહ્યો. ડીનોએ ૧૯૯૯માં ‘કેપ્ટન વ્યોમ’માં દેખાયા ત્યારે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ડીનોએ ફિલ્મ પ્યાર મેં કભી કભી (૧૯૯૯) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

આ પછી ડીનો ફિલ્મ ચાઇના ગેટમાં જાેવા મળ્યો હતોપ આ બધી ફિલ્મો ફ્લોપ રહી હતી. ૨૦૦૨ માં, ફિલ્મ રાઝ રિલીઝ થઈ, જેનું નિર્દેશન વિક્રમ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.ડીનો મોરિયાની આ પહેલી ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી હતી અને ગીતોની કેસેટ સારી રીતે વેચાઈ હતી. આ પછી ડીનો મોરિયાએ ‘ગુનાહ’, ‘અક્સર’, ‘ઈશ્ક હૈ તુમસે’, ‘ટોમ ડિક હેરી’, ‘એજન્ટ’, ‘બાઝ’ જેવી ફિલ્મો કરી, પરંતુ બધી ફ્લોપ રહી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ડિનો મોરિયાએ તેની ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યા બાદ પોતાનો બિઝનેસ સેટ કર્યો. ડીનો મોરિયા ઘણી ફિટનેસ બ્રાન્ડ્‌સ ચલાવે છે અને તેના સ્ટોર્સ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં ચાલે છે. ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ હવે ડિનો મોરિયા ફિલ્મ હાઉસફુલ ૫માં જાેવા મળશે અને તેમાં તેની સાથે અક્ષય કુમાર સહિત ઘણા સ્ટાર્સ જાેવા મળશે.

Follow Me:

Related Posts