ભાવનગર જિલ્લાના ધો.૧૦ પાસ બેરોજગાર યુવાનોને જણાવવાનું કે, પશુપાલનની કૃત્રિમ બીજદાન વિગેરે જેવી પ્રાથમિક કામગીરી માટે ભાવનગર જિલ્લાના નિયત કરેલ ગામોમાં ૨૦ મૈત્રી કેન્દ્રોની સ્થાપના કરવાની છે. જે માટે રસ ધરાવતાં ઉમેદવારોએ તા.૨૫/૧૨/૨૦૨૪ સુધીમાં તેમના તાલુકાના પશુદવાખાના ખાતે લેખિત અરજી કરવાની રહેશે. આ કેન્દ્રો સ્વરોજગારી હેઠળ ખોલવાના હોય તે માટે કોઇ પગાર મળવાપાત્ર નથી. તેમજ ગામોની યાદી અને નિયત અરજી-પત્રક જોવા માટે તાલુકાના પશુદવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર જિલ્લામાં પશુપાલન શાખાના મૈત્રી કેન્દ્રો માટે રસ ધરાવતાં ઉમેદવારોએ તા.૨૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે



















Recent Comments