fbpx
ગુજરાત

કચ્છમાં ફરી નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપાયું તેમાં લાખોની ઠગાઈ થઈ

રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ન પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી.નકલી રોયલ્ટીને લઈ ૫ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. બનાવને લઈ ૨ લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કિરણબેન ગજ્જર, જગદીશભાઈ ચોટારા, ચમનલાલ હડીયા, પ્રદીપ પટેલ અને મુકેશ હડીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

૨૧/૧૧/૨૦૨૪ના રોજ અંજારના તુણા પોર્ટ રોડ ખનિજ ચોરી અંગે ફ્લાઈંગ સ્કવોર્ડ અને પૂર્વ કચ્છ ખનિજ વિભાગની તપાસમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. ૪ વાહનો રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેકટ્રેપ ખનિજ ભરેલ મળી આવેલા હતા.જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો હોવાનું સામે આવ્યું હતું. ય્ત્ન-૧૨-મ્ઠ-૯૭૩૦ના ચાલક પ્રદીપ પટેલે તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી હતી. રોયલ્ટી પાસ બનાવટી હોવાનું જણાતા હોવા છતાં ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનું ખોટુ સોગંદનામું રજુ કરી ટ્રક નંબર ય્ત્ન-૧૨-મ્ઠ-૯૭૩૦માં કુલ ૪૨.૭૭ મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી ૩,૧૯,૭૭૯ની ખનીજ ચોરી કરી ગુનો કર્યો હતો. પૂર્વ ખાણ ખનીજએ નાગલપર મોટીમાં સર્વે નંબર ૧૬૨ પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાઓને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડ તપાસમાં સ્પેશિયલ સિક્યુરીટી પેપર (જીજીઁ)ના ૧૭૨ કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા. ૧૭૨ જીજીઁ પેપર કોના કબ્જા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલો છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત આરોપીઓએ જણાવેલી નથી. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ખનીજ નિયમ-૨૦૧૭, માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૧૯૫૭ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે.

Follow Me:

Related Posts