રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા પત્રકારઓ માટે જિલ્લા કક્ષાનો આરોગ્ય ચકાસણી કેમ્પ સંપન્ન
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા પત્રકારશ્રીઓ માટે જિલ્લા કક્ષાનો આરોગ્ય ચકાસણી કેમ્પ અમરેલી રેડ ક્રોસ ખાતે સંપન્ન થયો હતો. ફિટ ઈન્ડિયા ફિટ મીડિયા – “પહેલું સુખ તે જાતે નર્યા” સ્વાસ્થ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. કામગીરીમાં સતત અને ઘણા વ્યસ્ત રહેતા તમામ પત્રકારશ્રીઓનું હેલ્થ ચેક અપ થઈ શકે તે માટે રાજય સરકાર અને રેડ ક્રોસ દ્વારા અમરેલી સ્થિત રેડ ક્રોસ ખાતે યોજાયેલા હેલ્થ ચેક અપ કેમ્પમાં વિવિધ સમાચાર સંસ્થાઓના ૬૭ પત્રકારશ્રીઓ, મીડિયા કર્મીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કેમ્પમાં પત્રકારોના સંપૂર્ણ બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપીડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, એસ. યુરિક એસિડ, કેલ્શિયમ, હોર્મોનલ ટેસ્ટ, વિટામિન બી૧૨, વિટામિન ડી, ડાયાબિટિક માર્કર, એક્સર રે, ઈ.સી.જી. સહિતના અગત્યના ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.આ ટેસ્ટના રિપોર્ટ તમામ પત્રકારશ્રીઓને તેમના વોટ્સએપ નંબર પર ડિજિટલ કોપીમાં પહોંચાડવામાં આવશે અને તેની હાર્ડ કોપી પણ મળી શકશે. કેમ્પ બાદ રેડક્રોસ અને પત્રકાર પરિવાર દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે અમરેલી રેડક્રોસ પરિવારના ડૉ. ભરત કાનાબાર, શ્રી મધુભાઈ અજુગીયા, શ્રી ચેતનભાઈ રાવલ સહિતના અગ્રણીઓ તેમજ અમરેલીના દૈનિક, સાપ્તાહિકના તંત્રશ્રીઓ, સહ તંત્રીશ્રીઓ, પત્રકારશ્રીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, કેમેરામેનશ્રીઓ, વિવિધ સમાચાર સંસ્થાના પ્રતિનિધીશ્રીઓ, મીડિયાકર્મીશ્રીઓ સહિતનાઓએ હેલ્થ ચેક કપ કેમ્પને સફળ બનાવવા પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો.
Recent Comments