fbpx
અમરેલી

પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત. દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય પરિસર માં શેક્ષણીક સેમિનાર યોજાયો

દામનગર શહેર માં નવજ્યોત વિદ્યાલય પરિસર ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત પ્રેરિત સરદાર પટેલ વિદ્યા સંકુલ કન્યા છાત્રાલય માં શેક્ષણીક માર્ગદર્શન સેમીનાર યોજાયો ક્રાંતિકારી સ્વામી શ્રી મર્ગીયસ્સમિતજી ની પાવન નિશ્રા માં યોજાયેલ શેક્ષણીક માર્ગદર્શન સેમીનાર માં યુમા ટેલિવિઝન નાં પ્રોડ્યુસર ડાયરેકટર સજ્યભાઈ ભટ્ટ ગુજરાત પત્રકાર સંગઠન નાં મોભી નિલેશભાઈ પાઠક દેવચંદભાઈ નાવડીયા સહિત નાં મહાનુભવો દ્વારા વિદ્યાર્થી ઓમા ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન મેધધનુષ જેવી જીવન માં વિવિધતા રાખજો સારા સંસ્કાર ની સુવાસ ફેલાય તેવા કર્મ થી આગળ વધો નપાસ થવા થી નાસીપાસ ન થવા એ માઈલ સ્ટોન છે તમારે કેટલી સ્પીડ કેટલું અંતર કાપવાનું બાકી છે તેનું દિશા દર્શન છે

તેમ નિલેશભાઈ પાઠક જણાવ્યું હતું અસંખ્ય વિદ્યાર્થી ઓમા અદમ્ય ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા યૂમા ટેલિવિઝન નાં સંજયભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે દીને દીને નવં  નવં રોજ રોજ નવા બનો અપડેટ રહો આવેલ તક ઝડપી લો બાજ જેમ સતર્ક રહો જ્યાં પણ રહો ત્યાં આકાશ જેમ વિશાળ બનો સર્વ નો સમાવેશ કરતા રહો સામાજિક અગ્રણી દેવચંદભાઈ નાવડીયા એ સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે છાત્રો ને જણાવ્યું હતું કે નાસ્તિ વિદ્યા સંમ ચક્ષુ વિદ્યા સમાન કોઈ આંખ નથી સ્થિર પ્રજ્ઞ બની ને કલાકો સુધી મહાનુભવો ને સાંભળતા છાત્રો ગદગદિત થયા    ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં યોજાયેલ શિક્ષણિક માર્ગદર્શન સેમિનાર માં હળવી ફૂલ માર્મિક ટકોર કરતા સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એટલે જન્મ થી માંડી મરણ સુધી ના બધા વાતાવરણ ની અસરો બધા પ્રકાર ની કેળવણી બધી શિસ્ત અને બધી સંસ્કૃતિ નો સરવાળો છે

શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે અને જીવન વિકાસ માટે હોય તો વિદ્યા છે શિક્ષણ થી માનસિક આર્થિક સામાજિક ક્ષેત્રે ઉન્નત બની શકાય છે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા વિના મૂલ્યે સરદાર પટેલ છાત્રાલય માં અભ્યાસ કરતી દીકરી ઓ માટે ઉદારતા બદલ ખુબ ખુશી વ્યક્ત કરતા સ્વામી માર્ગીયસ્મિતજી એ જણાવ્યું હતું કે અન્ન દાન થી ચડિયાતું વિદ્યા દાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે યોજાયેલ શેક્ષણિક માર્ગદર્શન સેમિનાર માં સ્થાનિક સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માર્કેટ યાર્ડ ના ભગવાનભાઈ નારોલા જીતુભાઇ બલર ભાવેશભાઈ ખખ્ખર અમરશીભાઇ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા પૂર્વ પાલિકા પ્રમુખ ધીરૂભાઇ નારોલા હિંમતભાઈ આલગિયા કોશિકભાઈ બોરીચા સહિત અસંખ્ય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ઉત્સાહ પ્રેરક શિક્ષણ માર્ગદર્શન સેમિનાર સંપન્ન થયો હતો ખીલખીલાટ કરતા વિદ્યાર્થી ભાઈ ઓ બહેનો ને માર્મિક ટકોર કરતા અગ્રણી ઓની હદયસ્પર્શી શીખ આપતા સંદેશ આપ્યા હતા નવ જ્યોત વિદ્યાલય પરિસર માં શાળા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા વચ્ચે યોજાયેલ શિક્ષણ સેમીનાર માં બટુકભાઈ શિયાણી આચાર્ય વિપુલભાઈ વોરા સહિત સમગ્ર શાળા પરિવારે પધારેલ મહાનુભવો નું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું 

Follow Me:

Related Posts