fbpx
રાષ્ટ્રીય

મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા અને સરકારના ભેદભાવપૂર્ણ વલણ સામે દિલ્હીના જંતર-મંતર પર મૌન વિરોધ પ્રદર્શન

મણિપુરમાં સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઇ રહી છે જેમાં સરકારની પાસે આદિવાસી સમુદાયના લોકો કેન્દ્ર સરકાર પાસે પુડુચેરીની તર્જ પર મણિપુરને ‘વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ’ તરીકેની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે જેમાં મણિપુરમાં હાલમાં વિરોધ તો ચાલુ છે. અને હવે દિલ્હીના જંતર મંતરમાં આ બાબતે વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ મણિપુરમાં ચાલી રહેલી જાતિ હિંસા અને સરકારના ભેદભાવપૂર્ણ વલણ સામે મણિપુરના ૭ ધારાસભ્યો દિલ્હીના જંતર-મંતર પર મૌન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ વિરોધમાં ભાજપના પાંચ ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યોએ ભાગ લીધો હતો. મણિપુરના પહાડી વિસ્તારોમાં રહેતા કુકી અને બિન-નાગા આદિવાસી સમુદાયના લોકો કેન્દ્ર સરકાર પાસે પુડુચેરીની તર્જ પર મણિપુરને ‘વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ’ તરીકેની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મણિપુર સરકાર આ સમુદાયો સાથે ભેદભાવ કરી રહી છે, જે તાત્કાલિક બંધ થવી જાેઈએ. પ્રદર્શનમાં ભાગ લેનાર પ્રો. ગુઈટ વાલ્ટેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે મણિપુરમાં કુકી અને બિન-નાગા આદિવાસી સમુદાયના અધિકારોની સુરક્ષા માટે અલગ વહીવટી વ્યવસ્થાની માંગ કરીએ છીએ. તેમણે કહ્યું, ‘અમે મણિપુરમાં વધુ સારું વહીવટ ઈચ્છીએ છીએ, જે તમામ સમુદાયોના અધિકારોનું રક્ષણ કરી શકે.

‘ આ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે પ્રો. હોકીએ પણ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે મણિપુરમાં હિંસાથી બિન-નાગા આદિવાસી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના માટે હવે મણિપુરમાં રહેવું અશક્ય બની ગયું છે. પ્રો. હકિબે કેન્દ્ર સરકારને મણિપુરમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી અને કહ્યું કે એક અલગ વહીવટી વ્યવસ્થાની જરૂર છે, જેથી ત્યાંના લોકોને ન્યાય મળી શકે અને તેમના જીવનમાં શાંતિ ફરી શકે. દિલ્હીમાં વિરોધ શાંત હતો, અને વિરોધ કરી રહેલા ધારાસભ્યો મીડિયા સાથે વાત કર્યા વિના શાંતિપૂર્ણ રીતે તેમનો સંદેશ પ્રદર્શિત કરી રહ્યા હતા. કારણ કે તેમનું માનવું હતું કે આ પ્રકારનો શાંતિપૂર્ણ વિરોધ સરકારને મજબૂત સંદેશ આપશે. વિરોધ કરી રહેલા ધારાસભ્યો ઇચ્છતા હતા કે તેમના વિરોધનું કેન્દ્ર સરકાર સુધી વધુ વ્યાપક રીતે પહોંચે, જેથી મણિપુરમાં સ્થિતિ સુધારી શકાય. મણિપુરના અન્ય ભાગોમાં પણ જાતિ હિંસા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

ઇમ્ફાલમાં, મેઇતેઇ સમુદાયના લોકોએ છહ્લજીઁછ (આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) પાછી ખેંચવાની માંગ સાથે રેલી કાઢી હતી. આ પ્રદર્શનોમાં હજારો લોકોએ ભાગ લીધો હતો, જેમણે “મણીપુર બચાવો” જેવા નારા લગાવ્યા હતા અને શાંતિ માટે અપીલ કરી હતી, આ પ્રદર્શન માનવ અધિકાર દિવસના પ્રસંગે યોજવામાં આવ્યું હતું જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. મણિપુરમાં જાતિય હિંસાની સ્થિતિ ખૂબ જ તંગ છે. ૩ મેથી શરૂ થયેલી હિંસામાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

મણિપુરની ઈમ્ફાલ ખીણના પહાડી વિસ્તારોમાં રહેતા મેઈટીસ અને કુકી જાે સમુદાય વચ્ચે અથડામણ ચાલુ છે. આ સમયગાળા દરમિયાન, કેન્દ્ર સરકારે છ પોલીસ સ્ટેશનોમાં ફરીથી છહ્લજીઁછ લાગુ કરી છે, જેથી ત્યાં સુરક્ષાની સ્થિતિને નિયંત્રિત કરી શકાય. તે જ સમયે, કુકી ધારાસભ્યો માને છે કે સમગ્ર રાજ્યમાં છહ્લજીઁછ લાગુ કરવાની જરૂર છે, જેથી લૂંટાયેલા ૬૦૦૦ થી વધુ અત્યાધુનિક હથિયારોની પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરી શકાય. કુકી ધારાસભ્યોનું આવું માનવું એ સરકારને કેટલું યોગ્ય લાગે છે અથવા સરકાર આના પર શું કાર્યવાહી કરે છે તે સમય જ બતાવશે પણ આમાં હજુ બીજાે સવાલ છે કે આ વિરોધનો દોર ક્યાં સુધી ચાલુ રહેશે તે વિષે પણ કઈ કહી શકાય તેમ નથી.

Follow Me:

Related Posts