fbpx
ગુજરાત

ગુજરાતના ૮૫% જિલ્લાઓમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત

ગુજરાત એ છ ભારતીય રાજ્યોમાંનું એક છે, જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારના પ્રદૂષણથી પ્રભાવિત છે. દેશની લોકસભામાં રજૂ કરાયેલ તાજેતરના ડેટા અનુસાર, ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ ખારાશથી પ્રભાવિત છે. ગુજરાતના ૯૭ ટકા જિલ્લાઓ પાણીમાં ઉચ્ચ નાઈટ્રેટથી પ્રભાવિત થયા છે. લોકસભામાં રજૂ કરાયેલા તાજેતરના ડેટાએ સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તાના નોંધપાત્ર મુદ્દાઓ જાહેર કર્યા છે, જેમાં ૩૩ માંથી ૨૮ જિલ્લાઓ અથવા ૮૫ ટકા ખારાશથી પ્રભાવિત છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ૨૦૨૨-૨૩ના અહેવાલ પર આધારિત ડેટા દર્શાવે છે કે, ૩૦ જિલ્લાઓમાં (૯૧ ટકા) ફ્લોરાઈડનું ઊંચું સ્તર છે,

જ્યારે ૩૨ (૯૭ ટકા) જિલ્લાઓ ઉચ્ચ નાઈટ્રેટના દૂષણથી પ્રભાવિત છે. લોકસભામાં રાજ્ય મંત્રી (જલ શક્તિ) રાજ ભૂષણ ચૌધરી એ સાંસદો રાજેશ વર્માશ્રીકાંત શિંદે, નરેશ સ્કાયઅને શાંભવીના પ્રશ્નના જવાબમાં માહિતી આપી હતી. ઝ્રય્ઉમ્ રિપોર્ટ દર્શાવે છે કે લેવામાં આવેલા તમામ નમૂનાઓમાંથી ૫૦ ટકામાં ખારાશ વધારે હતી, ૧૮ ટકામાં ખૂબ જ વધારે અને ૭ ટકામાં વ્યાપકપણે ઊંચી ખારાશ હતી. ૪૫% નમૂના સ્વીકાર્ય ધોરણોથી નીચે આવે છે, જેમાં ૩૦ ટકાને બગડેલું, ૯ ટકા ખરાબ અને ૬ ટકાને પીવા માટે અયોગ્ય ગણવામાં આવે છે.

ઉચ્ચ ખારાશના હોટસ્પોટ્‌સ શહેરો અમદાવાદ માં વિરમગામ, ભાવનગર માં સિહોર, જામનગરમાં જાેડિયા, જૂનાગઢમાં માંગરોળ અને સુરેન્દ્રનગરમાં લખતરનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ધંધુકા, અમરેલીમાં રાજુલા, બાબરા અને બગસરા, આણંદમાં પેટલાદ, ભાવનગર(મ્રટ્ઠદૃહટ્ઠખ્તટ્ઠિ)માં મહુવા અને ઘોઘા, દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર અને ભાણવડ અને જામનગર(ત્નટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ) ના જાેડીયા અને કાલાવડ જેવા વિસ્તારો નાઈટ્રેટનું ઉચ્ચ સ્તર દર્શાવે છે. કોના આરોગ્યને વધુ અસર થશે ? જાહેર આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ, ઉચ્ચ ફ્લોરાઇડ સામગ્રી હાડકા અને દાંતના આરોગ્યને અસર કરી શકે છે, જ્યારે ઉચ્ચ નાઇટ્રેટ સામગ્રી ઓક્સિજન સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓમાં વધુ અસર જાેવા મળે છે.

તેથી પાણીની ગુણવત્તાને અસર કરતી સમસ્યાઓનું નિરાકરણ એ સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટેનું પ્રથમ પગલું એ પણ દર્શાવે છે કે, અનુક્રમે ગુજરાતના ૧૨ અને ૧૪ જિલ્લાઓમાં આર્સેનિક અને આયર્ન સાંદ્રતા મર્યાદા કરતા વધારે છે. રાજ્ય-આધારિત ભૂગર્ભજળ નિષ્ણાતોએ કહ્યું હતું કે, સૌપ્રથમ સપાટી પરના પાણીની ઉપલબ્ધતામાં થયેલા સુધારાને ઓળખવું જાેઈએ. નર્મદા યોજના જેવી યોજનાઓને આભારી છે, જેણે બે દાયકા પહેલાની સરખામણીમાં ભૂગર્ભજળની ગુણવત્તા અને ઉપલબ્ધતામાં સુધારો કર્યો છે. જાે કે, આયોજિત અને સતત પ્રયત્નો દ્વારા એકંદરે પાણીની ગુણવત્તા સુધારવામાં વર્ષો લાગી શકે છે.

Follow Me:

Related Posts