ગોંડલમાં પતિને મળવા આવેલી પ્રેમિકાની હત્યા કરી નાંખી, પ્રેમીની પત્નીની પોલીસ સામે શરણાગતિ
ગોંડલમાં હત્યાનો એક અજીબ કેસ સામે આવ્યો છે. જેમાં વાછરારોડ પર પરણીત પ્રેમી એવા કિશનને મળવા આવેલી પ્રેમિકા જલ્પા ગીરધરભાઇ ભાલીયાને કિશનની પત્નિ જીજ્ઞાએ માથાનાં ભાગે પાવડાનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં જીજ્ઞા પોલીસ સમક્ષ હાજર થઇ ગઇ હતી.મૃતક રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે તેની માતા સાથે રહેતી હતી. કિશન સાથેનાં પ્રેમસંબંધને કારણે તેના પતિ સાથે છુટાછેડા થયા હતા.હત્યાની ઘટનાનાં પગલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ.ડામોરે તપાસ હાથ ધરી હત્યા કરનાર જીજ્ઞાની પુછપરછ હાથ ધરી હતી. ગોંડલના લોકમેળામાં કિશન અને જલ્પા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જાેકે આ પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હતો.
પતિ કિશન ને મળવા આવેલી પ્રેમિકા જલ્પાને પાવડાનાં વાર કરી મોતને ઘાટ ઉતારનાર પત્નિ જીજ્ઞા પોલીસ સ્ટેશનમાં પુછપરછ સમયે શાંત મને અને નિશ્ચિંતતાથી જવાબ આપી રહી હતી. પોલીસ પણ દિગમુઢ બની હતી.ધારેશ્વર મહાદેવ મંદિર નજીક વાછરારોડ પર ધીભાઈ ઠુમરની વાડી કિશન પરસોતમભાઈ હાડાએ ભાગીયામાં વાવવાં રાખી અને માતાપિતા,પત્નિ જીજ્ઞા અને એક દિકરો અને એક દિકરીનાં પરીવાર સાથે રહેછે. હત્યા નાં ગુન્હામાં પોલીસ હિરાસત માં રહેલી કિશનની પત્નિએ પોલીસ સમક્ષ કહ્યું કે, ધીરૂભાઈ ઠુંમરની વાડી વાવીએ છીએ.
પરિવારમાં તેમને એક દિકરો અને એક દિકરી છે. જીંદગી ખુશહાલ હતી.પરંતુ દોઢ વર્ષ થી પતિ કિશન ને રાજકોટ ની જલ્પા સાથે પ્રેમસંબધં બંધાયો હતો.પહેલા તો આ વાતની મને ખબર નહોતી.પણ મોબાઇલ પર અવારનવાર બન્ને વચ્ચે વાતચીત થતી અને જલ્પા કિશન ને મળવા વાડીએ પણ આવતી હતી.મને શંકા હોવા છતા હત્પં ચુપ હતી.દરમિયાન બન્ને ત્રણેક માસ પહેલા ઘરેથી નાશી છુટાં ત્યારે પોતાનો પતિ પરક્રી નાં પ્રેમ માં ઓતપ્રોત થયાનું સમજાયું હતું. તે પછી બન્ને પોલીસ માં પકડાઇ ગયા બાદ પતિ કિશન ઘરે આવવાને બદલે જલ્પા સાથે રાજકોટ રહેતો હતો.
હાલ અઢી મહીનાથી કિશન ઘરે પરત ફયેર્ા હતો.ત્યાર પછી પણ કિશન અને જલ્પાનો પ્રેમ યથાવત હતો.કોઇ બહાને એ ગોંડલ આવતી અને કિશન ને મળતી હતી.જલ્પા તેના સાસરેથી કિશન સાથે ભાગી ગયા બાદ તેનાં પતિએ છુટાછેડા આપી દીધા હતા.જેથી જલ્પા હવે આઝાદ હતી.પતિ કિશન નાં પ્રેમ પ્રકરણ ને લઇ ને પતિ પત્નિ વચ્ચે અનેકવાર ઝગડા થતા હતા.મા જીવન બરબાદ થઇ રહ્યુ હતુ. શનિવાર બપોરે જલ્પા કિશન ને મળવા વાછરારોડ વાડીએ આવી હતી.વાડીએ જીજ્ઞા તેનો પતિ કિશન, સાસુ અને બન્ને બાળકો હાજર હતા. જલ્પા આવ્યાની જાણ જીજ્ઞાને થતા જલ્પા સાથે ઉગ્ર બોલાચાલી થઈ. આ સમયે કિશનને ઝગડશો તો મરી જઈશ તેવી ગર્ભિત ચીમકી આપી હતી. જલ્પાનાં માથાનાં ભાગે પાવડાનાં આડેધડ ઘા માર મારી હત્યા કરી હતી. દ્રશ્યો જાેઈ કિશન નાસી ગયો હતો.આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Recent Comments