દ્વારકાધીશ જગતમંદિરના દર્શનના સમયમાં ફેરફાર, શ્રીજીના ઉત્સવને લઈને ટ્રસ્ટનો ર્નિણય
દ્વારકાધીશ જગતમંદિરમાં દરરોજ સ્થાનિક તથા બહારગામથી મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોય છે. તેમને વ્યવસ્થિત દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોવાથી આ માસને ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે.
જગતમંદિરના વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર મંદિરના પૂજારીઓ દ્વારા ધનુર્માસના ઉત્સવો દરમિયાન ઠાકોરજીના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. મંદિરમાં જે મુજબ તા. ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ને મંગળવારને ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે, ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તો ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ ગુરૂવારે ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. મંદિરમાં ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં પણ શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ ૦૭મી જાન્યુઆરીને મંગળવારે તથા ૯મી જાન્યુઆરીને ગુરૂવારના રોજ મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબ આયોજન કરવામાં આવશે.
Recent Comments