fbpx
ગુજરાત

સુરતમાં ૨ છોકરીની છેડતી, સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ

સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લેતી. તેનો જીવતો જાગતો પુરાવો ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે. અહીંની એક સોસાયટીમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા શખ્સે પાંચ ફૂટના અંતરમાં જ બે સગીરાની છેડતી કરતાં ચકચાર મચી છે. સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે બાળકી ત્યાંથી ગભરાઈને જતી રહે છે. ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે

અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં જતી રહે છે. આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ ૨ છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્‌યા છે. સુરતના ઉધના વિસ્તારમાં ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બનેલી આ ઘટનામાં, એક અજાણ્યા ઈસમે સોસાયટીમાં ઘૂસી બે છોકરીઓની છેડતી કરી હતી.

સોસાયટીના પ્રમુખ દ્વારા આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ છોકરીઓ સાથે છેડતી કરી અને તેમને ઉપાડી જવાની કોશિશ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વ્યક્તિ નીડર રીતે સોસાયટીમાં આવી રહ્યો છે અને ફરે છે, જે હચમચાવી દેનાર ઘટના છે. સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ આ અંગે જણાવ્યું કે, “અમને નાની દીકરીઓ સાથે છેડતી કરતો એક વ્યક્તિના સીસીટીવી ફૂટેજ મળ્યો છે. આ અંગે તરત જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની ઓળખ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવી છે. અમે સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે આરોપીની ધરપકડના પ્રયાસમાં છીએ. છેડતીની ઘટના ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બની હતી. સોસાયટીના પ્રમુખે ત્યારે તાકીદે પોલીસને જાણ કરી ન હતી, પણ હવે લેખિત ફરિયાદ આપવામાં આવી છે. મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે કટિબદ્ધ રહીને પોલીસે આ પ્રકરણમાં જવાબદાર વ્યક્તિને ઝડપી પગલાં લેશે અને યોગ્ય તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts