fbpx
ગુજરાત

સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા 5,00,000 sq ft માં બનાવા જઈ રહી છે. વિશ્વ કક્ષાનું નેત્ર સારવાર કેન્દ્ર,જેનું લોકાર્પણ પૂજ્ય શ્રી મુરારી બાપુના હસ્તે કરવામાં આવશે

સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશા વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સેવા અને મદદરૂપ બન્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આવેલ સુપા ગુરુકુળ વિસ્તારમાં પોતાની સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ જે વિશ્વકક્ષા ની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ કુલ 16 વીઘા માં આકાર પામી રહેલ છે જે કુળ 5 લાખ સ્ક્વેર ફીટ ની જગ્યામાં રૂપિયા 450 કરોડ ના ખર્ચે બનવા જઈ રહ્યું છે.આ બાંધકામ વર્ષ 2028 સુધીમાં ત્રણ ફેઝ ની અંદર પૂર્ણ કરવાનો શક્યતા છે.જેમાં 12,000 સ્ક્વેર ફીટ નો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે જેનું લોકાર્પણ 15મી ડિસેમ્બર રવિવારના રોજ સવારે 9:30 વાગે વિશ્વ વંદનીય પૂજ્ય શ્રી મુરારી બાપુ ના હસ્તે કરવામાં આવશે. 

સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે તેમનું આ સપનું હતું કે જે લોકો ને આંખની સમસ્યાઓ છે કે નેત્રહીન છે તેઓ માટે ઉત્તમ સારવાર મળે ,તે હેતુથી આ પ્રકારના પ્રકલ્પો તેમના દ્વારા સમાજમાં આપવામાં આવી રહ્યા છે.આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે ,લોકો ને આંખની નિવારણ કરતી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું છે ,તેમજ જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ નથી તેવા લોકો ને નિ:શુલ્ક સારવાર અને અંધત્વ નિવારણ કરવાના લક્ષ્ય સાથે આ હોસ્પિટલ નું નિર્માણ થવા જઈ રહ્યું છે.બે ફેઝની અંદર આ હોસ્પિટલ માં 21 ઓપરેશન થિયેટર ,64 જેટલા OPD બનશે તેમજ દર મહિને 10,000 લોકોની સર્જરી થઈ શકે તેવી સુવિધાઓ આપવામાં આવશે. આ હોસ્પિટલ વેસ્ટર્ન ઈન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સાબિત થશે.બ્લાઇન્ડ રિહેબિલિટેશન સેન્ટરઆ હોસ્પિટલ ના ત્રીજા ફેઝ માં બ્લાઇન્ડ રિહેબ્લિકેશન સેન્ટર બનાવવામાં આવશે જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને LOCO MOTOR TRAINING ના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે જેથી તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે જેના માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સ ને રાખવામાં આવશે. આ હોસ્પિટલ ની અંદર 100 થી વધારે ડોક્ટર તેમજ 700 થી વધારે સ્ટાફ ની નિમણૂક કરવામાં આવશે.

Follow Me:

Related Posts