ભાવનગર

ભાવનગરમાં તા. ૧૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાનામંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

કેન્દ્રીય રમત- ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગર પાલિકાના મેયર શ્રી ભરતભાઇ બારડના અતિથિ વિશેષ પદે ભાવનગર ખાતે તા.૧૫ મી ડિસેમ્બર-૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ, સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.૧૪૯.૮૩ કરોડના કુલ-૧૧ કામોનો ખાતમુહૂર્ત અને રૂ. ૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઇ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, શ્રી કિશોરભાઇ ગુરૂમુખાણી, શ્રીમતી ઉષાબેન બધેકા અને શ્રી ભરતભાઇ બુધેલીયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ ભાવનગરના શહેરીજનો ઉપસ્થિત રહેશે.

Related Posts