ગુજરાત

અપ્રમાણસર મિલકતના કેસમાં GIL ગાંધીનગરના તત્કાલીન મહિલા એક્ઝીક્યુટીવ એન્જિનીયરની ધરપકડ કરવામાં આવી

ગાંધીનગર છઝ્રમ્ એ મહિલા આરોપીની ધરપકડ કરી છઝ્રમ્ દ્વારા સરકારી અધિકારી, કર્મચારી દ્વારા ગેરકાયદે સત્તાનો દુરૂપયોગ કરીને પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્ર કરવાના તેમજ પોતાના સગા સંબંધીઓના નામે સ્થાવર કે જંગમ મિલકતોના રોકાણ બાબતના કેસોમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા ઝુબેશ હાથ ધરી છે. જેમાં ગાંધીનગર જી.આઈ.એલના તત્કાલીન એક્ઝીક્યુટીવ એન્જિનીયર રૂચિ જૈમીન ભાવસારએ તા.૧.૫.૨૦૧૭ થી ૩૧.૫.૨૦૨૨ ના ચેક પિરીયડ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દરૂપયોગ કરીને કાયદેસર આવકના સાધનોમાંથી મેળવેલ આવક કરતા રૂ.૪,૦૭,૮૩,૮૭૫ જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું બહાર આવ્યું હતું. આ નાણાંનો પોતાના આશ્રીતોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે એસીબીએ પુરાવા એકઠા કરીને રૂચિ ભાવસારની અટક કરી હતી.

Related Posts