મણિપુરમાં ચાલી રહેલી હિંસા એ વંશીય સંઘર્ષ છે. તેને આતંકવાદ કે ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
મણિપુરમાં હિંસાનો પોતાનો ઇતિહાસ છે ઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મણિપુરમાં છેલ્લા ૧૯ મહિનાથી હિંસા ચાલી રહી છે અને હાલમાં આ હિંસા ક્યારે સમાપ્ત થશે તેની કોઈ ચોક્કસ માહિતી નથી. એક દિવસ પહેલા કાકચિંગ જિલ્લામાં બે મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ અહીં સ્થિતિ ફરી એકવાર તંગ બની ગઈ છે. લોકોમાં ભયનો માહોલ છે. આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ૩ મે, ૨૦૨૩ થી હિંસા ચાલુ છે, જે સમાપ્ત થવાના કોઈ સંકેતો દેખાતી નથી. જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પૂછવામાં આવ્યું કે મણિપુરમાં પરિસ્થિતિ ક્યારે સુધરશે અને છેલ્લા ૬૦૦ દિવસથી ચાલી રહેલી હિંસા ક્યારે સમાપ્ત થશે, તો તેમણે મણિપુરમાં ચાલી રહેલી હિંસાને જાતિ સંઘર્ષ ગણાવી.
એક ખાનગી ચેનલ સાથે વાત કરતા શાહે કહ્યું કે, મણિપુરમાં ચાલી રહેલી હિંસા એ વંશીય સંઘર્ષ છે. તેને આતંકવાદ કે ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે મણિપુરમાં હિંસાનો પોતાનો ઇતિહાસ છે. હું આ બહાના તરીકે નથી કહી રહ્યો, પરંતુ માત્ર પૃષ્ઠભૂમિ આપી રહ્યો છું. મણિપુરમાં જ્યારે પણ વંશીય હિંસા થઈ, તે દોઢ વર્ષ સુધી ચાલુ રહી. ઘણી વખત તે ત્રણ વર્ષ સુધી ચાલ્યું છે અને તેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. વંશીય હિંસાના કારણે આવું બન્યું હતું. જાે કે, હિંસા હવે ઘણી ઓછી થઈ ગઈ છે, તેથી આ લોકો સંસદમાં હંગામો કરીને ઉશ્કેરવા પણ માગે છે. પરંતુ હવે હું માનું છું કે પરિસ્થિતિ ઠીક થઈ જશે. મણિપુર દોઢ વર્ષથી વધુ સમયથી વંશીય સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. મે ૨૦૨૩માં શરૂ થયેલા આ સંઘર્ષમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે. બહુમતી મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જાે આપવાની માંગના વિરોધમાં એકતા કૂચ કાઢવામાં આવ્યા બાદ ગત વર્ષે ફાટી નીકળેલી જાતિ હિંસા આજે પણ ચાલુ છે.
Recent Comments