ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. જેનાથી બચવા માટે લોકો સ્વેટર, શાલ અથવા તો તાપણુ કરવાની ફરજ પડે છે. ત્યારે રાજકોટમાં ૩ લોકોને તાપણુ કરવુ ભારે પડ્યુ છે. જાે સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં હાડથીજવતી ઠંડી પડી રહી છે. જેના પગલે એક શેરીમાં ૩ લોકોએ તાપણું કરી હૂંફ મેળવવાનો પ્રયાસ કરતા હતા. તાપણુ કરતા અચાનક આગ ભૂભકી ઉઠતા નાનો એવો બ્લાસ્ટ થયો હતો. અચનાક તાપણામાંથી આગ ભભૂકી ઉઠતા તાપણું કરનાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો છતા પણ આગની લપેટમાં આવી જતા ૩ લોકો દાઝ્યા છે. જાે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટમાં ૩ લોકોને તાપણુ કરવુ ભારે પડ્યુ, આગની લપેટે આવતા ૩ લોકો દાઝ્યાં


















Recent Comments